________________ પ્રકરણ 24 મું.] બ્રિટિશ રાજ્યની સ્થાપનાને આરંભ. 661 સંસ્થાની રૂબરૂ દરેક તરેહની ત્રાસદાયક ફરીઆદ અને મુશ્કેલ સવાલ આવતા. આ બેઠવણુ કરતી વેળા કલાઈવે ઈંગ્લડ લખી જણાવ્યું હતું કે “મેગલેના અમલમાં મીઠું, તંબાકુ વગેરે જણના મકતા આપવાને ધારે પડેલે હોવાથી આપણે કંઈનવી વ્યવસ્થા ઉત્પન્ન કરી નથી, પણ ચાલતી આવેલી પદ્ધતિસર કામ કરીએ છીએ, અને લેકે ઉપર કંઈ જુલમ કરતા નથી.” આ વેપારમાં સને 1766 અને 1767 ને બે વર્ષમાં માત્ર સાઠ અંગ્રેજ ભાગીદારના ફાયદા માટે નવાબની સત્તા હેઠળની રમતને ભરવા પડતા કરમાં સત્તર લાખ રૂપીઆ બે વચ્ચે હતા, એ હિસાબ પૂર્ણ તપાસ પછી મી. બેસ્ટસે પિતાના પુસ્તકમાં પ્રસિદ્ધ કર્યો છે. આ ત્રણ વસ્તુના ઈજારાને લીધે બંગાળા પ્રાંત જે લાચાર અવસ્થામાં આવી પડે તે દશા મીરકાસમના સમયમાં પણ તેને ખમવી પડી નહતી, એવું સિલેકટ કમિટીની તપાસ ઉપરથી પુરવાર થયું છે. મી. બેલ્ટસના કહેવા મુજબ આ વેપાર બંધ કરવાને ઈંગ્લેડથી સખતાઈને જે હુકમ આવ્યું હતું તે નહીં ગણકારતાં, તે ચાલુ રાખવાને અને વરિષ્ઠ સાથેની તકરારમાં ગમે તે નુકસાન ખમવું પડે તે સઘળાઓએ વહેચી લેવાને ગુપ્ત ઠરાવ કલાઇવ કર્યો હતે. - નોકરે લાંચ આપણું અટકાવવાના પ્રયત્ન –ઉપર પ્રમાણે ખાનગી વેપારની વ્યવસ્થા કર્યા પછી કલકત્તા કન્સિલની સુધારણની બાબત લાઈવે સિલેકટ કમિટી રૂબરૂ રજુ કરી. કેન્સિલમાં તે વખતે એક અધ્યક્ષ અને સોળ સભાસદ હતા. આ સભાસદેને જુદા જુદા પ્રાંતની એજન્સીનું કામ કરવું પડતું હોવાથી કલકત્તામાં તેમાંના ફક્ત સાત આઠ માણસો હાજર રહેતા. કઈ એજન્ટ પિતાના વહિવટમાં ગમે તેવું ભળતું કામ કરી કન્સિલ પાસે તે મંજુર કરાવી લે તે તેને ખાનગી વેપાર ચલાવવાની અને પૈસા ખાવાની જોઈએ તેવી સવળતા હતી. આથી એજન્ટમાં કૃત્ય ઉપર કેન્સિલની જેવી દેખરેખ જોઈએ તેવી રહેતી નહીં. કલાઈ આ બેઠવણમાં ફેરફાર કરી એજન્ટને કન્સિલમાં બેસતા બંધ કર્યા. કન્સિલના બાર સભાસદ ઠરાવી તેમણે બીજું કંઈ પણ કામ કરવું નહીં,