________________ પ્રકરણ 24 મું.] બ્રિટિશ રાજ્યની સ્થાપનાને આરંભ. 657 સુરાજ-ઉદ-દૌલાના અમલ સુધી ચાલ્યા કર્યું, અને તે પછીની કેટલીક હકીક્ત ઉપર આવી ગઈ છે. મીરકાસમના વખતમાં આ ખાનગી વેપારનું તેફાન અસહ્ય થઈ પડવાથી તે બંધ કરવાને લાઈવને હુકમ મળ્યો હતે. “લાંચ અગર બક્ષિસ લેવી નહીં' એવી મતલબનું કરારનામું દરેક નેકર પાસે લખાવી લેવા મળેલી સૂચનાનુસાર લાઈવ અમલ કરી સઘળા નેકરે પાસે કરાર કરાવી લીધા, અને પુષ્કળ નવા સુધારા અથાગ મહેનતે દાખલ કર્યા. મીરકાસમ સાથે થયેલા યુદ્ધનું મૂળ કારણ કંપનીના નેકરેનું એકલપેટાપણું જ હતું. ખાનગી વેપાર ચલાવવાને ઢોંગ કરી તેઓએ નવાબને ફસાવ્યો હતો, અને કંપનીને એક પેની પણ પ્રાપ્તિ થવા દીધી હતી નહીં. સઘળાઓએ પિતાપિતાના ફાયદા તરફ લક્ષ રાખવાથી કંપનીને હમેશનો વેપાર અટકી પડે હતે. ખાનગી વેપારના ટામાં ખપની મુખ્ય ત્રણ જણ મીઠું, તંબાકુ અને સોપારી માટે તકરાર હતી. આ વસ્તુઓ હમેશ વાપરની હોવાથી તેમાંથી નવાબને જકાત રૂપે ભારે આવક મળતી. પણ અંગ્રેજ વેપારીઓ ગામે ગામ ફરી જકાતની માફીને લીધે અન્ય વેપારીઓ કરતાં તે વધારે સસ્તી વેચવા લાગવાથી દેશીઓને વેપાર કુખે, અને નવાબની આવક અદ્રશ્ય થઈ બે ચાર વર્ષમાં ઘણુંખરા અંગ્રેજોએ જન્મોજન્મ ચાલે એટલી દેલત ભેગી કરી. પરિણામમાં તેઓ એટલા તે લોભી બન્યા કે નવાબ સાથે યુદ્ધ કરી કંપનીને નાશ કરવાને તૈયાર થયા; કેમકે યુદ્ધમાં મીરકાસમને જય મળે તે બંગાળામાંથી કંપનીને પગ નીકળી જાય એવો પ્રસંગ આવ્યો હતે. આવા લાંચખાઉ અને લૂટારૂ નેકરે સાથે કલાઈવને હમણા લડવાનું હતું. તેમને ટુંકા પગારને લીધે ખાનગી વેપારની જે સવળતા તેમને મળી હતી તેથી બે ચાર વર્ષમાં તેઓ વિફરી ગયા હતા, આને જે એકજ ઉપાય હતો તે પ્રમાણે કલાઈવે નેકરોના પગાર વધારી ખાનગી વેપાર બંધ કરાવવાની સૂચના કરી, પણ કેર્ટ ઑફ ડાયરેકટર્સને તે રૂચી નહીં. કલાઈવની હીકમતથી ત્રાજવાને બદલે રાજદંડ તેમના હાથમાં આવી પડે છે એ વાત ઈગ્લેંડમાં કંપનીના મન ઉપર હજી સ્પષ્ટ રીતે ઠસી હતી નહીં, અને તેથી જ