________________ પર હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. મદદ કરવા સૂચના કરવામાં આવતી. મુસાફરીએ જતી વેળા જરૂર જેટલી રકમ આ ટોળીવાળાઓ પોતાની સાથે રાખતા, અને જે ગામમાં વણકરોનું કામ વિશેષ ચાલતું હોય ત્યાં જઈ ઉતરતા. દલાલ તથા વણકરને એકઠા કરી વણકરોને અમુક મુદ્દતમાં અમુક કામ કરી આપવાની સરતે કેટલુંક નાણું તેઓ આગ ઉપર ધીરતા, અને તે બદલ તેઓ પાસે લેખી કરાર કરાવી લેતા. આ વેળા ગુમાસ્તા અને દલાલે પિતાના ફાયદા સારૂ વણકરો સાથે ફાવે તે પ્રકારને છળ રમતા. કોઈ પણ બાબતની વણકરો ના પાડી શકતા નહીં, અને લાગત ખરચનું નાણું લઈ કામ કરવાની તેમને ફરજ પડતી. વળી પિતાને માલ બીજા કોઈને તેઓ વેચી શકતા નહીં. તેમણે તૈયાર કરેલે માલ એકાદ વખારમાં એક કર્યા બાદ સગવડ પ્રમાણે સઘળા વણકરને જમા કરી માલની કિમત ઠરાવવામાં આવતી, ત્યારે ગુમાસ્તા તેમજ દલાલ વણકરોને સર્વસ્વ નીચવી લઈ પિતાનાં ખીસાં તર કરતા. ખુલ્લી રીતે બજારમાં જે માલની કિમત વણકરેને એક રૂપીઓ મળતી તેવાજ માલ માટે કંપની પાસેથી ઘણું થાય તે આઠ આના તેના હાથમાં આવતા. આ હકીકતમાં માલની કિમત બરાબર ઉપજાવવા માટે વણકર લેકે ગુપ્તપણે પિતાને માલ ફ્રેન્ચ, વલંદા વગેરે લેકના ગુમાસ્તાઓને વેચી દેતા. આથી અંગ્રેજના ગુમાસ્તાઓ ગુસ્સે થઈ વણકરે ઉપર પહેરે મુકતા અને સાળ ઉપરથીજ કાપડ કાપી લેતા. પરિણામમાં વણકર લેકેની કેટલી અવદશા થઈ હશે તે વિચારી લેવું. અલિવદખાન જ્યાં સુધી નવાબપદ ઉપર હતો ત્યાં સુધી તો વણકરોને બચાવ તેના તરફથી થતો. તેમના ઉપર કોઈપણ પ્રકારને દાબ નહેવાથી, બજારમાં ખુલ્લી રીતે પિતાને માલ ગમે તેને વેચી પૈસા ઉભા કરવાની તેમને છટ હતી, અને તેથી તેઓ પિતાને જોઈએ તેટલે ભંડોળ એકઠો કરી શકતા. સુરાજ-ઉદ-દૌલાને અમલ બંધ પડતાં કંપનીને હાથમાં સત્તા આવી ત્યારે ઉપર કહ્યા પ્રમાણે ગામે ગામ ફરી તેના વેપારીઓએ લેકમાં છટે હાથે નાણું વેરવા માંડ્યાથી વણકરોને ધધ પુખે અને તેઓ લાચાર અવસ્થામાં આવી પડ્યા. પાંચ દસ વર્ષમાં કંપનીને જુલમ લેકે ઉપર એટલે