________________ પ્રકરણ 23 મું.] કલાઈવની રાજ્યવ્યવસ્થા. 647 કર્યો જ હતું. તે પિતાના કામમાં અતિશય નિયમિત હતું એટલે પુષ્કળ કામ આવી પડતાં તે કંટાળતે નહીં. કોઈપણ પ્રતિષ્ઠિત ગ્રહસ્થ પટનામાં આવતા તેને સીતાપરાય તરફથી સત્કાર થયા વિના રહેતે નહીં. તેને ખર્ચ ભારે હતો એટલે જોઈતું નાણું ઉભું કરવામાં કેટલીક વેળા તેની તરફથી અન્યાય થતો. અંગ્રેજોને તે સદા ખુશ રાખતા, અને તેમની તરફ હમેશાં અતિશય પુજ્ય બુદ્ધિથી જેતે. આ દેશમાં હિંદુ તથા અંગ્રેજો શરૂઆતમાં કેવા સમાગમમાં આવતા, અને ત્યાર પછી સુમારે સે વર્ષ સુધી તેમને સંબંધ કે સંતોષકારક ચાલે તેનું કંઈક અનુમાન આ હકીક્ત ઉપરથી બાંધી શકાશે. હિંદુ લેકે મોટા કતૃત્વવાન હતા, એટલે અંગ્રેજોએ તેમને પિતાના કામ માટે ઉપયોગ કરી લીધો. તેમજ અંગ્રેજો મોટા ભાગ્યશાળી, સાચા તથા પિતાનું હિત જોડનારા હતા એમ હિંદુઓ સમજતા, અને તેથી જ બન્ને પક્ષ વચ્ચે સે વર્ષ લગી મિત્રાચારી ટકી રહી. મહમદ રીઝાખાનને માટે ગુલામ હુસેન નામના ઈતિહાસકારે - ખરાબ અભિપ્રાય દર્શાવ્યો છે, છતાં તેણે સીતાપરાયના ગુણ ઉપર પ્રમાણે વર્ણવ્યા છે. - પ. બંગાળામાં અંગ્રેજ લશ્કરનું બંડ–બંગાળામાં યુદ્ધ પ્રસંગ શરૂ થતાં અંગ્રેજોએ તે તરફ લશ્કર ગોઠવી દીધું હતું અને તેને પગાર ઠરાવી પણ મૂળસ્થાન છોડી આ લશ્કરને બહારના પ્રદેશમાં જવું પડતું ત્યારે તેને પગાર થડે હોવાથી, બહારની કામગિરી માટે દરરોજની કરાવેલી રકમ પ્રમાણે દરેક માણસને વધારાનું ભથ્થુ મળે એવો પ્રઘાત પડ્યો હતો. એ આપણે પાછળ પ્રકરણોમાં વાંચી ગયા છીએ. મીરજાફર બંગાળાનો નવાબ થયો ત્યાર પછી તેની મદદે જે અંગ્રેજ ફેજ આવી તેને સંતુષ્ટ કરવાના હેતુથી કલકત્તા કૌન્સિલની મંજુરીથી લશ્કરને બેવડું ભથ્થુ આપવામાં આવ્યું. આમ કેટલોક વખતે ચાલ્યા પછી મીરકાસમે લશ્કરના ખર્ચ પેટે બરહાન વગેરે ત્રણ પરગણાં અંગ્રેજોને સ્વાધીન કર્યો ત્યારે અંગ્રેજ ફેજના પગાર તથા ભથ્થુ કંપનીની તીજોરીમાંથી આપવામાં આવ્યાં. આ વાત ઇંગ્લંડમાં કંપનીના અધિકારીઓની