________________ 140 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. કેટલા દૂર ના છે તેને વિચાર કરે. મારા રાજ્યમાં તમારી વખારે આવતાં મારી પણ અવસ્થા તેવી જ થશે.” આ તીર્ણ જવાબ મળતાં કલાઈવે પોતાનો મુદ્દો છોડી દીધો. પરમુલકમાં વખાર ઉઘાડી તે મુલક કબજે કરવાની યુક્તિની હદ હવે અંગ્રેજે કુદાવી ગયા હતા, એટલે બીજાનો મુલક લેવામાં તે યુક્તિ ઉપર અવલંબન કરવાની તેને જરૂર રહી નહોતી, એ બીચારે વઝીર સમજી શકે નહીં. ઉપર કહેલી સરત ઉપરાંત વઝીર અને કલાઈવ વચ્ચે એવો પણ ઠરાવ થયો હતો કે જરૂર પ્રસંગે તેમણે એક બીજાને મદદ કરવી, અને વઝીરને લશ્કરની જરૂર લાગતાં ખર્ચ લઈ અંગ્રેજોએ પિતાનું લશ્કર તેની મદદે મોકલવું. આ ગોઠવણ અન્વય અલાહબાદ, ચુનાગઢ અને બાંકીપૂરમાં તેમણે પિતાની ફેજને એકએક ભાગ ગોઠવી દીધે. વઝીરની સાથે આ પ્રમાણે કલકરાર થતાં લાઈવે તરતજ બાદશાહ પાસે હેઠળ લખ્યા પ્રમાણે કબૂલાત કરાવી લીધી –બાદશાહે બંગાળા, બહાર અને ઓરીસાના ત્રણ પ્રાંતની દીવાની, એટલે ત્યાંની વસુલાત એકઠી કરવાને હક અંગ્રેજોને આપવો, અને એના બદલામાં તેમણે બાદશાહને દરસાલ છવીસ લાખ રૂપીઆ આપવા, તથા વઝીર તરફથી મળેલા કરા અને અલાહબાદ પ્રાંતનું રક્ષણ બાદશાહ વતી તેમણે કરવું. કલાવે એવો અંદાજ કહા હતા કે દીવાની મેળવેલા ઉપરના ત્રણ પ્રાંતની વાર્ષિક વસુલ સુમારે ચાર કરોડ હોવાથી તે વધી થડા જ સમયમાં પાંચ કરોડ ઉપર જશે. તેમાંથી નવાબને ત્રેપન લાખ અને બાદશાહને છવીસલાખ આપતાં, અને લશ્કર તથા નેકરના ખર્ચ માટે એક કરોડ બાદ કરતાં, કંપનીને બાર મહિને ચેખો ફાયદે દોઢથી બે કરોડનો થશે. ઉક્ત વ્યવસ્થા અત્યંત જરૂરી અને કંપનીના ફાયદાની છે, બીજી કોઈપણ રીતે તેના કારભારમાં શાંતિ પ્રાપ્ત થવાની નથી, તથા નેકર લેકેની ભ્રષ્ટતા કમી થવાની નથી, એવા પ્રકારને મજકુર તા. 30 સપ્ટેમ્બર, સન 1765 ના પત્રમાં કલાઈવે ઈગ્લડ લખી મોકલ્યો હતે. મેલીસીન કહે છે કે, “આઠ વર્ષમાં જ પ્લાસીની લડાઇનું આ પરિણામ આવ્યું. મીરજાફરને પિતાના