________________ પ્રકરણ 23 મું.] કલાઈવની રાજ્યવ્યવસ્થા. 633 હેવાથી ખરાં ખેટાને કંઈ વિચાર તેમને આવ્યો નહીં અને તેઓ વરિષ્ઠ અમલદારોના હુકમને પ્રત્યક્ષ અનાદર કરવા લાગ્યા. આવી અમર્યાદ લૂટ ચાલતાં રાજ્યકારભાર અટકી પડ્યો, અને કંપની તેમજ નવાબ બેઉની અત્યંત અવદશા થઈ પ્રેસિડન્ટ મીરકાસમને ગાદીએથી ઉઠાડી મીરજાફરને નવાબ બનાવ્યો તેથી વિશેષ સુધારે થવાનું શક્ય નહોતું. અંગ્રેજોએ ખાનગી વેપારને જે નુકસાન પહોંચાડયું હતું, અને દેશમાં ચાલતે સ્થાનિક વેપાર પિતાના હાથમાં લઈ જકાત માફીના નામ હેઠળ જે અત્યંત અનુચિત વર્તન શરૂ કર્યું હતું તેને નિષેધ લાયેલ સરખા ન્યાયી તથા વિદ્વાન લેખકે પૂર જોસથી કર્યો છે. પટનાની કતલ ઉતાવળીઆ અંગ્રેજોનાં મૂઈ ભરેલાં કૃત્યનું પરિણામ હતું. સને 1735 માં મીરજાફર મરણ પામતાં ને નવાબ બેસાડવાની ભાંજગડ મટી ગઈ અને એજ અરસામાં કલાઈવ આ દેશમાં પાછા ફરી રાજ્યની નવી વ્યવસ્થા કરી. એમ છતાં બંગાળા પ્રાંતમાં હમેશની શાંતિ પ્રસરતાં ઘણો કાળ વ્યય થઈ ગયો. - 2. દેશની પરિસ્થિતિનું સમાલોચન–ક્લાઈવના આ દેશમાં આગમન પ્રસંગે અહીંની સ્થિતિ કેવી હતી તે તપાસવી અવશ્ય છે. ઔરંગજેબનાં મરણ પછીનાં પચાસ સાઠ વર્ષમાં ઉત્તર હિંદુસ્તાનની સ્થિતિ કેવી થઈ હતી તેની કંઈક માહિતી વાચકને પાછલાં પ્રકરણમાંથી મળી હશે. મુસલમાન રિયાસતમાં તેનું વિશેષ વર્ણન આપેલું છે. પંજાબ, દિલ્હી, આગ્રા, દોઆબ, અયોધ્યા, અલાહબાદ અને ત્યારપછી બનારસથી નીચે પટના થઈ કલકત્તા સુધીને એકંદર પ્રદેશ ઉપરથી હેઠળ લગી સપાટ અને ખુલ્લે છે. તેમાં અનેક નદીઓ હેવાથી લશ્કરને ફરવા માટે સઘળી સંગવડતા મળે છે. આ પ્રદેશને દેશના માંહેના ભાગના બંડખેર તરફથી તેમજ પરદેશીઓ તરફથી હમેશાં ત્રાસ ખમવો પડ્યો હતો, અને ઔરંગજેબ બાદશાહના મરણ બાદ તેમાં વિલક્ષણ પ્રકારને ગડબડાટ મચી રહ્યો હતે. બસ વર્ષના જુલમી અમલમાંથી ચાલતી અંધાધુધી બંધ પાડી દેશમાં શાંતિ કરવાને સમર્થ એ કોઈ સ્થાનિક સરદાર બચવા પામ્યો નહોતો. દક્ષિણમાંથી મરાઠાઓના અને ઉત્તરેથી અફઘાનેના એક સરખા હુમલા આ