________________ 619 પ્રકરણ 22 મું.] બંગાળામાં રાજ્યકારભારની ધામધુમ. સમરૂ પણ હતા. ત્યાં બાદશાહ, વઝીર તથા મીરકાસમે મસલત ચલાવી બંગાળા પ્રાંત અંગ્રેજો પાસેથી જીતી લેવાનું ઠરાવ કર્યો. પટનામાં રહેલી અંગ્રેજ ફેજ પિતાના અમલદારે વિરૂદ્ધ અસંતુષ્ટ બની હતી, કેમકે આજ સુધી લડાઈમાં કહિ મળતાં તેમને મોટાં મોટાં ઇનામો તથા લૂંટ મળતાં હતાં તે આ વેળા ન મળવાથી પગાર કરતાં વિશેષ કંઈ પણ વામાં તેમને ભારે સંકટ વેઠવાં પડ્યાં હતાં. આથી તેઓનાં મન ચળવિચળ થતાં સામી પક્ષ સાથે મળી જવાને તેઓ વિચાર કરવા લાગ્યા. આ ઉપરથી મેજર હેકટર મનરે વધારાનું લશ્કર લઈ કલકત્તેથી પટના આવ્યો, અને મુખ્ય માણસને સખત શિક્ષા કરી લશ્કરની યે વ્યવસ્થા કરી. એમ કરવામાં ચાર પાંચ માસ નીકળી ગયા, અને ઉપરનાં ત્રણ જણને યુદ્ધની તૈયારી કરવાને જોઈએ તેવો અવકાશ મળ્યો. તેમણે સને 1764 ના એપ્રિલમાં પટના ઉપર સ્વારી કરી. અહીં થયેલી લડાઈમાં કંઈપણ આખર નિકાલ ન થવાથી તેઓને વરસાદને લીધે પાછા ફરવું પડયું. સપ્ટેમ્બરમાં વરસાદ બંધ પડતાં મનરેએ વઝીરના મુલક ઉપર સ્વારી કરી. તા. 23 મી અકબરે બકસર આગળ છેવટની એક ઝનુની લડાઈ થઈ અને અંગ્રેજોને જય મળ્યો. પ્લાસીની લડાઈ માફક આ લડાઈનું મહત્વ પણ વિશેષ છે. આ લડાઈથી મુસલમાની સત્તા કાયમની ટુટી, અને પૂર્વ હિંદુસ્તાનમાં અંગ્રેજોનું ઉપરીપણું સ્થાપન થયું. એ પછી મનરેએ વઝીરની રાજધાની લખને શહેર ઉપર સ્વારી કરી, ત્યારે વઝીર નાસી રેહલખંડમાં ભરાયા, અને બાદશાહ અંગ્રેજોના સ્વાધીનમાં આવ્યા. હમણાનાં સઘળાં બચાવ કરી લીધો. વઝીરે રોહીલ તથા મરાઠાઓની મદદ મેળવવા ખટ ચલાવ્યા. પરંતુ મીરકાસમ અને સમરૂ તેમને સ્વાધીન થયા સિવાય તેમણે તેના કહેવા ઉપર લક્ષ આપ્યું નહીં. મીરકાસમ નાસી વાયવ્ય દિશા તરફ ય તે ત્યાંજ ભયંકર વેદના ખમી મરણ પામ્યા. સમરૂ વઝીરની પાસે હતું પણ તે અંગ્રેજોના હાથમાં આવ્યું નહીં. વઝીર તેને અંગ્રેજોને