________________ પ્રકરણ 22 મું] બંગાળામાં રાજ્યકારભારની ધામધુમ. 617 નવાબ ઉપર એકદમ વેર લેવા માટે કોન્સિલના સભાસદોએ આગ્રહ કર્યો, પરંતુ વન્સિટાર્ટ અણુવ્યું કે એલીસ વગેરે બીજે માણસે નવાબના હાથમાં સપડાયેલા છે તેમને છોડાવી લાવવા સુધી તેમની સાથે સલુકાઈથી સંદેશા ચલાવવા. બીજાઓને આ વિચાર પસંદ નહીં પડવાથી મીરકાસમ ઉપર વેર લેવાને તેમણે નિશ્ચય કર્યો. મહારોગથી પીડાતે મીરજાફર પાસેજ હોવાથી તેઓ તેની પાસે ગયા, અને નવાબપદ તેને આપ્યાનું જાહેર કર્યું. મીરજાફરને પિતાનું નસીબ આમ ઉઘડી જવાથી અતિશય આનંદ થયે, અને તેણે નિસલની સઘળી માંગણીઓ કબુલ કરી. અંગ્રેજોને તથા તેના સઘળા નેકરને થયેલું સઘળું નુકસાન ભરી આપવાનું, મીરકાસમ સાથેના યુદ્ધને ખર્ચ ભરપાઈ કરવાનું, જકાતના સંબંધમાં મીરકાસમે કરેલે હુકમ રદ કરી અગાઉ માફક સ્થાનિક માલ ઉપર અંગ્રેજ વેપારીઓને માફી બક્ષિ દેશીઓ પાસે જકાત લેવાનું, ઈત્યાદી બાબતે મીરજાફરે કબૂલ કરી. એ બાદ અંગ્રેજ લશ્કર મીરજાફરને લઈ મુર્શિદાબાદથી નીકળ્યું. અંગ્રેજો પાસે આ વેળા કૅપ્ટન નૈસ અને મેજર એડમ્સ કરીને બે હોંશીઆર સેનાપતિઓ હતા. 3. મીરકાસમ અને અંગ્રેજ વચ્ચે યુદ્ધ (સને 1763-64) - મીરકાસમે સઘળી બાબતેને ખુલાસે કલકત્તે લખી મોકલ્યો, અને થયેલી ઉશ્કેરણ માટે અંગ્રેજોને જ જોખમદાર ગણ્યા. વળી બક્ષિસ આપેલાં બરહાન વગેરે ત્રણ પરગણું તેણે પરત માંગી પિતાને થયેલી નુકસાની તેમની પાસેથી ભરી લેવાની માંગણી કરી. જવાબમાં અંગ્રેજોએ લડાઈ શરૂ કરી. તેમનું અને નવાબનું લશ્કર ખટવા આગળ સામસામા થઈ જતાં નવાબને પરાજય થયો (તા. 19 જુલાઈ 1763). બીજી લડાઈ ઘેરીઆ આગળ થઈ, ત્યાં પણ મીરકાસમ હારી ગયો, અને તેની તપ અંગ્રેજોના હાથમાં પડી. આ હકીકત સાંભળી નવાબ ઘણે ગુસ્સે થઈ ગયે, અને પિતાનાં ઘણાં માણસો અંદરખાનેથી અંગ્રેજોને મળેલાં હોવાને સંશય લઈ તેણે ઉપર કહ્યા પ્રમાણે રામનારાયણને ગંગા નદીમાં ફેંકી દીધો. મુર્શિદાબાદના બન્ને નગરશેઠ માંગીરમાં હતા તેમને તથા રાજા રાયદુર્લભને સર્વ