________________ પ્રકરણ 22 મું.] બંગાળામાં રાજ્યકારભારની ધામધુમ. 615 હકીકતની બાતમી અયોધ્યાના વઝીરને તેમજ બાદશાહને જણાવી ભાવી સંકટ વખતે તૈયાર રહેવા સૂચના આપી. સારાંશ એ કે, મીરકાસમ મેટે ધૂર્ત પુરૂષ હેવાથી અંગ્રેજોએ તેનું રાજ્ય લઈ લીધું છે એ જાણું, એકવાર છેવટને પ્રયત્ન કરી મુસલમાની અમલ કાયમ કરવાના હેતુથી તેણે ખટપટ કરી. અંગ્રેજોના કાવાદાવા સમજી જઈ તેમને પરાજય કરનાર છેલ્લે મુસલમાન સરદાર એજ હતે. વૅન હેસ્ટિંગ્સ ખુલ્લે ખુલ્લું જણાવ્યું કે નવાબને પિતાની સૈયતનું સુખદુઃખ તપાસવાનો પૂર્ણ અખત્યાર છે, “તે પછી તેને જકાત માફ કરવાને અધિકાર નથી એમ કેમ કહી શકાય ? તેની સાથે યુદ્ધ કરવાથી તે કંઈ પિતાને હુકમ ખેંચી લઈ શકનાર નથી.” આના જવાબમાં કૅન્સિલને બીજા સભાસદોએ હેસ્ટિંગ્સને કહ્યું કે “તમને નવાબને એટલે બધો પક્ષ ખેંચવાનું કેમ યોગ્ય લાગે છે? એમ બોલવું નવાબના વકીલનેજ શેભે.” આ તકરારમાં કન્સિલમાં મારામારી થઈ તે પણ તેણે પિતાને વિચાર ફેરવ્યો નહીં. બીજી તરફથી અંગ્રેજોની બાંકીપૂરની વખારના મુખી તરીકે એલીસ નામને એક ઉદ્ધામ ગ્રહસ્થ હતા તેણે યુદ્ધની તૈયારી ચલાવી, કેમકે પટના ઉપર મુદ્દામ હલ્લે લઈ જવાને તેણે વિચાર કર્યો હતું. આ હકીકત નવાબની જાણમાં આવી તે જ વખતે દારૂગેળાથી ભરેલાં કેટલાંક વહાણે કલકત્તેથી બાંકીપૂર આવતાં હતાં તેને તેણે મેંગીર આગળ અટકાવ્યાં અને બાંકીપૂરના અંગ્રેજોને કંટે કરવા નહીં દેતાં પટના રવાના કરવા કોસિલને જણાવ્યું. કલકત્તાવાળાઓએ તેના લખાણની કંઈ દરકાર કરી નહીં એટલું જ નહીં પણ ઉલટું બહારના અંગ્રેજોએ નવાબના અધિકારીઓને પકડી ઉપરાચાપરી કલકત્ત મોકલવા માંડ્યા. એ પછી અંગ્રેજોએ અમિઆટને માંગીરથી પાછો બેલાવી લીધો. આ હુકમ એલીસને પટનામાં મળે. એલીસ અને અમિઆટ વચ્ચે પત્રવ્યવહાર ચાલુ હતો તે ઉપરથી એલીસને માલમ પડયું હતું કે અમિઆટના કલકત્તે પહોંચ્યા પછી તરતજ અંગ્રેજો નવાબ સાથે યુદ્ધ શરૂ કરશે. બાંકીપૂરમાં તેમની વખાર હતી,