________________ પ્રકરણ 22 મું.] બંગાળામાં રાજ્યકારભારની ધામધુમ. 607 બીલકુલ બનાવ ન હોવાથી મીરજાફરને ગાદીએથી ઉઠાડી મુકવાને ઉપક્રમ હૈલે ચલાવ્યું હતું તેમાં તે સહજમાં પાર પડ્યો હતો, પણ એટલામાં દિલ્હીના બાદશાહનું ખુન થતાં શાહજાદે અલીગેહર શાહઆલમ નામ ધારણ કરી બાદશાહ થયો. શરૂઆતમાં જ તેણે હાથમાંથી ગયેલે બંગાળ પ્રાંત પાછો મેળવવા માટે અયોધ્યાના વઝીર સુજા-ઉદ-દૈલાની મદદથી સ્વારી કરી. આવી સ્વારીઓ રહેલી મોડી થયા વિના રહેશે નહીં એમ કલાઈવ મૂળથી માનતે હેવાથી તેણે તે માટે તજવીજ કરી રાખી હતી. કર્નલ કૅલિડ તથા મીરજાફરને છેક મીરાન બને કેજ લઈ બાદશાહ સામે લડવા આવ્યા. પટનામાં રામનારાયણ કરી નવાબને કારભારી હતી તે પ્રથમ બાદશાહની સામા થયો, પરંતુ તેને પરાજય થતાં પટના શહેર બાદશાહના હાથમાં પડવાની અણી ઉપર હતું, એટલામાં કૅલિૉડ તથા મીરન આવી પહોંચ્યા, પણ એમને ચુકાવી બાદશાહ આગળ નીકળી ગયું. એણે મરાઠાઓ સાથે સંધાન કરી મદદ માંગી હતી, પણ તેઓ આ પ્રસંગે પાણપત્તના યુદ્ધમાં ગુંથાયેલા હેવાથી તેઓને બાદશાહની મદદે આવવાનું અનુકૂળ પડયું નહીં. એ પછી કેલિડ ફરીથી બાદશાહની આડે આવવાથી બાદશાહ મુર્શિદાબાદથી પાછા ફર્યો અને પટનાને ઘેરે ઘાલ્યો. એ વખતે કેન્ય ગ્રહસ્થ હૈ તથા પુર્નિઆનો નવાબ તેની મદદે આવ્યા હતા. સામી તરફ કેપ્ટન નૌકસની સરદારી હેઠળ બીજી એક અંગ્રેજ ફેજ કૅલિડની મદદે આવી, એટલે બાદશાહ પરાભવ પામી પાછો ફર્યો. તેની પુઠ પકડી અંગ્રેજ લશ્કર ધસતું હતું તેવામાં એક રાતે મીરાનના તુંબ ઉપર વીજળી પડવાથી તે મરણ પામે. મીરાનના ગુજરી જવાથી નવાબના કારભારમાં ભાંજગડ ઉપસ્થિત થઈ. આથી એમ ઠરતું નથી કે તે એક ઉત્તમ પુરૂષ હતા. ઉલટું તે સ્વભાવે અત્યંત દુષ્ટ તથા બેઈમાની હત; મનુષ્ય સ્વભાવના સર્વ કંઈ દુર્ગણે તેનામાં હતા. તે ધીટ નહીં પણ ઉતાવળે, કંઈ પણ ફાયદો ન હોય છતાં વિશ્વાસઘાત કરનારે, લેભી તેમજ ઉડાઉ, તથા અત્યંત વ્યસની અને અનુપકારી હતે. આવા ગ્રહસ્થનાં મરણથી કેનેજ નુકસાન ન હતું.