________________ 598 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. સુરાજ-ઉદ-દેલાને તેના દુબળ અને અકુશળ કારભારને લીધે ખમ પ એમ કહેવું પડે છે. આરંભમાં થયેલા સંગ્રામમાં અંગ્રેજોને જય મળતે ગયો તે આવા કારણને લીધે હતું. એમની સામા થતી ફોજ માત્ર ભાડુતી હતી, તેને પિતાના શેઠ ઉપર નિછા નહોતી. આવાં ભાડુતી લશ્કરે તે વેળા સહજ જમા કરી શકાતાં કેમકે તેફાની, લુટારૂ તથા પેટ સારૂ ભટકતા આ દેશના અગર બહારના હજારે લેકથી આખો દેશ ઉભરાઈ ગયો હતે. પગાર મળે તેટલે વખત તે લેકે જોઈએ તેની નોકરી કરતા. યુરોપિયનેની તેમને મારો યથાસ્થિત રીતે તેમના ઉપર આવવા લાગે એટલે તે સામે તેઓ ટકાવ કરી શક્યા નહીં. એવાં લશ્કરના ઉપરી અમલદારે પણ ધણીને હુકમ નહીં માનતા, પ્રસંગ મળે તે પ્રમાણે શત્રુ સાથે મિત્રાચારી કરી સ્વાર્થ સાધવાને ઉત્સુક રહેતા. આવી ફાજની તથા તે ઉપરના અમલદારોની તેના માલિકને હમેશ મેટી ધાસ્તી રહેતી, કારણ એ ક્યારે ગળું કાપશે તેને નિયમ નહોતે. ભાડુતી સિપાઈઓને એકઠા કરી અનેક ધૂર્ત તથા સાહસિક પુરૂષો હિંદુસ્તાનમાં અરાતમા સૈકામાં નિરનિરાળા પ્રાંતમાં પિતાની રાજ્યસત્તા સ્થાપતા હતા. બંગાળાને નવાબ, અયોધ્યાને વઝીર, હૈસુરને હૈદરઅલી, દક્ષિણને નિઝામ એ સર્વ આવી જ રીતે ભાડુતી સિપાઈઓનાં ટોળાં એકઠાં કરી તે ધામધુમના વખતમાં ઉદય પામ્યા હતા. એ વખતના સઘળા અફઘાન સરદારોમાં અહમદશા અબદલ્લી આ પ્રકારનાં કામમાં સર્વ રીતે પ્રવીણ હતું એમ માલમ પડે છે. આ ઝગડામાં યુરોપિયન લેકે સામેલ થતાંજ અફઘાનને ધંધો ડુબતે હોય તેમ લાગવા માંડયું. શાસ્ત્ર રીતી અનુસાર યુદ્ધકળાનું શિક્ષણ મળેલા યુરેપિયને આગળ આ ભાડુતી લશ્કરનો નિભાવ લાગે નહીં. સર્વએ મળી વ્યવસ્થિતપણે પહેલેથી સઘળી બારીક બાબતો નક્કી કરી અવ્વલથી આખર લગી ઠરાવેલું કામ બિનચૂક કર્યા જવાની સુધરેલી યુદ્ધ પદ્ધતિ યુરોપિયને આ દેશમાં લાવ્યા તે અવ્યવસ્થિત, અશિક્ષિત અને ભાડુતી સિપાઈઓ કેવી રીતે ટકી શકે ? એજ પ્રકાર કર્નાટકમાં તથા બંગાળામાં અંગ્રેજ, કેન્યા અને દેશી ફોજ વચ્ચેના યુદ્ધમાં જાહેર