________________ પ૯૪ હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ કે જે. અગર ખુદ નવાબનાં મૂર્ણપણને લીધે કહે, પણ નવાબને સઘળો આધાર અન્ય પુરૂષો ઉપર હતે. પ્રત્યેક બાબત પિતાના હાથમાં રાખી, પિતાની બુદ્ધિ અનુસાર તથા જવાબદારી ઉપર તેણે સઘળું કામ કર્યું હતું તે બીજાને હાથે ફસાઈ પડવાને પ્રસંગ તેને આવ્યો ન હોત. આ બાબતમાં શિવાજી, અહમદશાહ અબદલી અથવા હૈદરઅલીને કારભાર વિશેષ અનુકરણીય લાગે છે. સ્વાવલંબનને ટેકે ભારે છે. હિંદુસ્તાનમાં અંગ્રેજ લોક રાજ્ય સ્થાપતા ગયા તેને લગતા નિરનિરાળા બનાવો એકંદરે ધ્યાનમાં લેતાં માલમ પડશે કે મરાઠા તથા સીખ લેકે અંગ્રેજો સાથે ખુલ્લી રીતે લડતાં પરાજય પામ્યા પછી જ તેમના અંગ્રેજોના તાબામાં ગયા હતા, પણ બંગાળા, અયોધ્યા તથા કર્ણાટકના નવાબો તેમજ ખુદ મેગલ બાદશાહ કેવળ યુક્તિથી, પિતાની દુર્બળતા તથા ભેળપણમાં તેમને હાથે ફસાઈ પડ્યા હતા. જે અફઘાન, મેગલ, પઠાણ વગેરે શુરવીર મુસલમાનેએ મહાન પરાક્રમ કરી આ દેશમાં રાજ્ય સંપાદન કર્યા હતાં તે હવે તદ્દન નિર્માલ્ય થઈ પરદેશીઓના હાથમાં સપડાયા હતા. આ મુસલમાનની અગાઉની તેમજ હાલની સ્થિતિમાં કેટલે મોટો તફાવત પડી ગયો છે ! એકંદર વિચાર કરતાં અંગ્રેજની તલવાર કરતાં તેનાં મુત્સદ્દીપણને લીધે જ આ રાજ્ય ઘણે અંશે તેમને પ્રાપ્ત થયું છે. 4. પ્લાસી તથા અંગ્રેજોના સુભાગ્યની ચર્ચા–રાજ્યમાં ફેરફાર કરનારી હિંદુસ્તાનમાં જે કેટલીક લડાઈઓ થઈ તેમાં પ્લાસીની લડાઈ ની અગ્રસ્થાને ગણના થાય છે. આ લડાઈથી કલકત્તાની અંધારી કોટડીનું વેર અંગ્રેજોએ લીધું, તથા તલવારના જોર ઉપર તેમાં જીત મેળવી એમ સામાન્ય રીતે પાશ્ચાત્ય ગ્રંથકારો લખે છે. પરંતુ આ અભિપ્રાય ભૂલ ભરેલો છે. તેનાં પરિણામ વિષે મતભેદ હોઈ શકે, પણ તેમાં અંગ્રેજોને જે જ મળ્યો તે માત્ર લેખણનાં જેર ઉપર હતા, નહીં કે તલવારના. લસીનાં મેદાન ઉપરની તલવારબહાદરી માટે 38 મી પલટણને હિંદુસ્તાનના લશ્કરમાં પહેલું માન મળે છે, અને બીજાઓને પણ તે પ્રમાણે માન આપવામાં આવે છે, તે સઘળું ફેગટ છે. એ લડાઈમાં હથીઆરને ઉપગ ઘણે છેડે