________________ 59 0 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. એકંદર અવેજ દોઢ કરોડથી વધુ નહી, બલકે તેથી પણ ઓછો હતે. આથી મીરજાફર ગભરાઈ ગયો, અને શું કરવું તે તેને સુઝયું નહીં, ત્યારે રાયદુર્લભ તથા જગતશેઠે એવો તેડ કહા કે તેણે હાલ તરત અડધી રકમ રોકડ તથા અવેજ મળી ભરી આપવી તથા બાકીની નિમ્મા ભાગની રકમ ત્રણ હફતે ત્રણ વર્ષમાં પુરી કરે. આવો ઠરાવ નકકી થતાં કલાઇવ જાતે મુર્શિદાબાદ આવી મુરાદાબાગના વાડામાં ઉતર્યો. એ પછી દરબાર ભરી ભારે ઠાઠમાઠથી મીરજાફરે નવાબપદ ધારણ કર્યું. છેલ્લે નવાબ પિતે નાસી ગયે હતો એટલે મીરજાફર અનાયાસે ગાદી ઉપર ચડી બેઠે. તેની વિરૂદ્ધ કેઈએ તકરાર કરી નહીં. એજ વખતે અફઘાનિસ્તાનને અહમદશાહ અબદલ્લી દિલ્હીને કબજે લઈ બેઠે હતો, એટલે બંગાળાની આ ભાંજગડમાં માથું મારવાનું દિલ્હીના બાદશાહને ફાવ્યું નહીં. એમ છતાં આ બનાવ બાદશાહને બીલકુલ પસંદ પડશે નહેાતે, અને એ પછી પિતાની હકુમત ચાલુ કરવા માટે તેણે બંગાળા ઉપર અનેક સ્વારીઓ કરી હતી. મીરજાફર બંગાળાની ગાદી ઉપર નવાબ તરીકે સ્થાપન થયે એટલે સઘળી તરફથી તેના ખજાના ઉપર ધાડ પડવા લાગી. ખજાનામાં ચાળીસ કરોડની અવેજ છે એમ લોકો માનતા હતા, પણ ખરું જોતાં દેઢ કરોડ થાય તે મેટું નસીબ ! નવાબની ફેજને પગાર ચડી ગયું હતું તે આપવાની જરૂર હતી. વળી અંગ્રેજોની તરત વેળાની માંગણી ભારે હતી, એટલે સરાસરી નિખ્ખા ભાગની સઘળી સંપત્તિ મોટા આડંબરથી ત્રણ હોડીઓમાં ભરી કલકત્ત આણવામાં આવી. વાસ્તવિક કોને કેટલીક રકમ મળી તેની બરાબર અટકળ કરી શકાતી નથી. કલાઈવને અડસટ્ટ એવો છે કે પ્રત્યેક અંગ્રેજને નિદાન ત્રીસ હજાર રૂપીઆ મળ્યા. આ પૈસાની વહેંચણી માટે ઈગ્લેંડમાં મોટો વાદવિવાદ શરૂ થયે, છતાં તે કરેલું કામ બેઠું હતું એમ તેને કદી પણ લાગ્યું નહીં. આ પૂર્વે અંગ્રેજો માટે દેશીઓનાં મનમાં જે પુજ્યબુદ્ધિ હતી તે સઘળી કલાઈવનાં આ કૃત્યથી સદંતર નાશ પામી, અને તેઓ આપણું શરીરની તથા માલ