________________ 588 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. ત્રીજે પહેરે મીરમદનને ગળી વાગતાં તે પડ્યો કે તરતજ આસપાસનાં ફીતુરી મંડળે જ પાછી બેલાવી મુર્શિદાબાદ ચાલ્યા જવાની નવાબને સલાહ આપી. નવાબે તરતજ તે પ્રમાણે હુકમ છેડતાં અવ્યવસ્થા થઈ અને એક હુમલામાંજ અંગ્રેજોને અનાયાસે જય મળે. પલાસીની લડાઈ ની ગણના હિંદુસ્તાનના ઈતિહાસમાં થયેલી નિશ્ચિત પરિણામવાની લડાઇઓમાં પ્રમુખપદે થાય છે. લડાઈમાં નવાબનાં પાંચસો માણસો માર્યા ગયાં, અને અંગ્રેજોનાં બાવીસ પડ્યાં તથા પચાસ જખમી થયાં. પ્લાસીના મેદાનમાં આવેલાં ઉભય પક્ષ વચ્ચે કંઈપણ જાણવાજોગ લડાઈ થઈ નહોતી એમ ખુદ કલાઈવે કબલ કર્યું છે. “આ લડાઈમાં ઘણો થોડો રક્તપાત થવાનું કારણ એ હતું કે એક તે નદીના ઉંચા કાંઠાને અમને આશ્રય હતે. તથા બીજી એકે નવાબની ફોજ મન મુકીને લડી નહીં.” વળી નવાબના લશ્કરમાં એક બીજા ઉપર બીલકુલ વિશ્વાસ નહતો. મીરજાફર, રાયદુર્લભ તથા યારલતીફ સહજ પણ લડ્યા નહીં અને મઝા જેતા દૂર ઉભા રહ્યા હતા. તેઓએ જે મન ઉપર લીધું હેત તે તેમને ગમે તે એક જણ અંગ્રેજોની ઘણી સખત ખબર લઈ શકત. વળી નવાબે ગભરાઈ જઈ એકાએક નાસવા માંડ્યું ન હોત તો પણ તેને હેતુ પાર પડત. સવારથી જ તેને અપસુકન થયા હતા, તેને જીવ ઠેકાણે નહોતે, અને હવે હિમત રહેશે નહીં એમ તેને લાગ્યું હતું. શાંત પણે મન કબજામાં રાખી તે બેસી રહ્યા હેત તે તેને વ્હીવાને કંઈ કારણ નહતું, પણ મીરમદન પડતાંજ તે સઘળી રીતે નાહિંમત થઈ ગયો. તેણે તરતજ મીરજાફરને બોલાવ્ય, પિતાની પાઘડી કહાડી તેના હાથમાં મુકી, અને ઘણી આજીજીથી તે કહેવા લાગ્યો કે “મારી તેમજ આ રાજ્યની સંભાળ રાખવાનું કામ હવે સર્વસ્વ તમારું છે.” આ શબ્દની મીરજાફર ઉપર ભારે અસર થઈ, અને તેથીજ ખુલ્લી રીતે અંગ્રેજો સાથે નહીં ભેળાતાં તે બાજુએ રહ્યો હતો, મીરજાફર તથા રાયદુર્લભને સ્વસ્થ ઉભેલા જોઈ હવે પિતાને બચાવ થશે નહીં એમ સમજી નવાબ ઉંટ ઉપર સ્વાર થઈ નાસી ગયો. મુર્શિદાબાદ આવ્યા પછી સુરાજ-ઉદ-દૌલા ગભરાઈ ગયો; તેની કોઈએ દરકાર કરી નહીં. જનાના