________________ 586 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. બ્દીવડાવવાના હતા. ખુદ મીરજાફરને તથા તેના સાથીઓને સુદ્ધાં તેને ભરેસે નહે. આ સઘળી અડચણો સામે ટક્કર ઝીલી લાસીની રણભૂમી ઉપર તેને જવાનું હતું. રચેલે બેત ટુટે તે એક પણ માણસ જીવતે પાછો આવી શકવાને નથી એમ પણ તે સમજતો હતો. એની પાસે ઘોડેસ્વાર ફરજ બીલકુલ ન હોવાથી, તેણે બર્દવાનના રાજા પાસેથી સ્વારની એક ટુકડી મદદમાં લીધી. વળી તેણે ખટવા આગળ ખાસ સભા ભરી સઘળાઓની સલાહ લીધી. આ સમયે નિરાકરણ માટે મુખ્ય પ્રશ્ન એજ હતા કે અંગ્રેજોએ એકદમ ભાગીરથી ઉતરી નવાબની ફેજ ઉપર હલે કરે અથવા આગળ શું બને છે તે ઉપર નજર રાખી સ્તબ્ધ બેસી રહેવું. આવા પ્રકામી મસલતમાં વયે નાના હોય તેને મત પ્રથમ લેવાય છે, અને તે પછી વૃદ્ધ પુરૂષોને મત લેવાય છે તે પ્રમાણે કલાઈવે પિતાને અભિપ્રાય પ્રથમ જાહેર કર્યો. એ વિચાર મીરજાફરને આપેલી સલાહની વિરૂદ્ધ હતો. એકદમ હલ્લો કરી જવું નહીં, શું થાય છે તે જોતાં અહીંજ થોભવું એ આ વખતે કલાઈવને મત હતો. એના અનુમોદનમાં બીજા અગીઆર અમલદારોના મત પડ્યા. મેજર આયર કુટને મત દુશ્મન ઉપર એકદમ હલ્લો લઈ જવાનું હતું, અને એ વિચારનાં બીજાં પાંચ આસામીઓ હતાં. એ પછી મીરજાફરને પત્ર આવવાથી કલાઈવે પિતાને વિચાર ફેરવ્યું અને હલ્લો એકદમ કરવાનો નિશ્ચય કર્યો. એના લશ્કરમાં 350 અંગ્રેજ પાયદળ અને તોપખાનાનાં માણસો હતાં, અને એમાંનાં 50 માણસો કાફલા ઉપરનાં હતાં. એ ઉપરાંત 2100 દેશી સિપાઇઓ તથા કેટલાક પિર્ટુગીઝ હતા. સઘળા મળી 3000 માણસો કલાઈ પાસે હતાં. મીરજાફરને પાંચ હજાર લશ્કર લાવવાનું એણે વચન આપ્યું હતું પણ તેટલું લશ્કર તે એકઠું કરી શકે નહીં. તેની પાસે ફક્ત છે તેપ હતી. પ્લાસી ગામ હુગલી નદીને પૂર્વ તીરે આવેલું છે. આ જગ્યાએ એક વિસ્તીર્ણ મેદાન ઉપર ખાખરનાં પુષ્કળ ઝાડે આવેલાં હોવાથી તેનું નામ પલાસી' પડયું છે. તા. 13 મી જુને નવાબના આવેલા પત્રને જવાબ મોકલી લાઈવ પિતાનાં લશ્કર સહિત મુર્શિદાબાદ આવવા નીકળ્યો. છ