________________ 577 પ્રકરણ 21 મું. ] પલાસી બંગાળામાં અંગ્રેજી અમલ. ગુસ્સે થયા. આ વેળા એકેએક પક્ષનાં મનની સ્થિતિ એવી તે ઘેટાળા ભરેલી થઈ હતી કે તેમાંથી ખરે પ્રકાર શોધી કહાડવાનું કામ મુશ્કેલ લાગે છે. જે તે પિતાની મતલબ કેવી રીતે સાધી શકાય તે જોતું હતું, અને ભવિષ્યમાં કંઈપણ ભયંકર બનાવ બન્યા વિના રહેશે નહીં તથા હમણાની ઉદ્ધીપ્ત, ઉત્કંઠિત તથા સંસયગ્રસ્ત અવસ્થા ઘણું દિવસ ટકી શકશે નહીં એ દરેક આશામી સમજતો હતો. નવાબ ઘણું સખત સાણસામાં સપડાયો હતો. બાદશાહ બંગાળા ઉપર ચડી આવે છે એવી ખબર મળવાથી તે પટના જવા નીકળ્યો, અને કલાઈને લશ્કર સહિત પિતાની મદદે : આવવા આમંત્રણ કર્યું. કલાઈવને એ જ જોઈતું હતું, એટલે તે નવાબની મદદે જવા માટે નીકળ્યો, અને પત્રદ્વારા તેને જણાવ્યું કે, આપણે બન્ને પટના જઈએ તે આપણી પાછળ ફ્રેન્ચ સરખા શત્રુને એમનાએમ રહેવા દેવા ગ્ય નથી. માટે પહેલાં ફ્રેન્ચ લેકેનો સારો બોબસ્ત કરી હું પાછળથી આવું છું.” આજ અરસામાં અંગ્રેજોની મદદે ઈગ્લેંડથી ઘણું નવું લશ્કર આવી પહોંચ્યું, અને ગમે તેવાં સંકટ આવી પડે તો પણ ટકી શકાય એવી તેમની સ્થિતિ થઈ કલાઈવના સાહસિક ગુણે સર્વત્ર વખણાયેલા છે. એકાદ મુશ્કેલ પ્રસંગ આવી પડતાં તેનું મન અત્યંત યાકુળવ્યાકુળ થઈ જતું. તેની અંદગીના સઘળા મેટા બને એવા સાહસિકપણથી જ પાર પડ્યા છે. અણીને વખતે તેણે જાત હિંમત ઉપર મનને નિશ્ચય કરી પરાક્રમ કર્યું હેય એવું કદી બન્યું નથી. અંગ્રેજોનું ઘણુંખરું લશ્કર બંગાળામાં આવવાથી, આ વેળા જે ફ્રેન્ચ યોદ્ધા બુસી પિતાની ફેજ લઈ નિઝામના દરબારમાંથી મદ્રાસ ઉપર આવ્યો હોત, તે તે તરફને સઘળો મુલક તેના હાથમાં જઈ પડત એમ કલાઈવની પણ ખાતરી હતી. એમ છતાં તા. 24 મી માર્ચે તે ફેજસહ ચંદ્રનગર આવ્યું. આ પ્રસંગે નવાબ તરફથી ફેન્સને કંઈ પણ મદદ આવી નહીં; ઉલટા તેમની આસપાસના અમલદારો અંગ્રેજોને જઈ મળ્યા. એ પછી નદીમાં થઈને વોટસનનાં વહાણો આવ્યાં તેને તે ઉપરના એક ફીતુરી થયેલા ફ્રેન્ચ બંદરમાં આવવાને માર્ગ દેખાડશે. આના