________________ પ્રકરણ 21 મું. ] પલાસી–બંગાળામાં અંગ્રેજી અમલ. 575 પ્રકરણ 21 મું. પ્લાસી-બંગાળામાં અંગ્રેજી અમલ, સને 1757-1760. 1. ચંદ્રનગરનું અંગ્રેજોને હાથ જવું. 2. નવાબને પદભ્રષ્ટ કરવાની ગોઠવણ 3. પ્લાસીની લડાઈ (તા. 23 જુન, 1757). 4. પ્લાસી તથા અંગ્રેજોના સુભાગ્યની ચર્ચા. 5. અંગ્રેજોના વિજય તથા દેશીઓની દુર્બ 6. મીરજાફરને ઉદ્વેગ. લતા વિશે વિવેચન. 1, ચંદ્રનગરનું અંગ્રેજોને હાથ જવું (માર્ચ ૧૭૫૭).–બંગાળામાંનું કામ પૂરું થતાં કલાઈવે ત્યાંથી પાછા ફરવું જોઈતું હતું, પણ હમણું અંગ્રેજ ફ્રેન્ચ વચ્ચેનું યુદ્ધ શરૂ થવાથી ચંદ્રનગરમાંથી ફ્રેન્ચ લેકેને ઉઠાવ ન થાય તે પાછળથી તેઓ કેવા ઘોટાળા કરે તેને નિયમ ન હોવાથી ઉઠાવેલી મહેનત સઘળી ફોગટ જવાની વ્હીકે તે ત્યાં રહ્યો. ઉપર કહ્યા પ્રમાણે નવાબ સાથે તહ થઈ તે પણ તે ઘણે વખત ટકશે એમ લાઈવને ભરોસો નહતો. નવાબની એકંદર પરિસ્થિતિને તેને જે અનુભવ થયો હતે તે ઉપરથી થોડે પ્રયત્ન કરવાથી સમગ્ર બંગાળા પ્રાંત અંગ્રેજોના કબજામાં આવશે એમ તેણે અટકળ કરી હતી. આથી ફ્રેન્ચ સાથે લડાઈ શરૂ થયાની ખબર આવી હતી, અને મદ્રાસમાં બીલકુલ લશ્કર નથી એ તેને માહિત હતું છતાં હિંમત કરી બંગાળામાંજ રહેવાને તેણે નિશ્ચય કર્યો. અહીં રહીને જ એ વધારે સારું કામ કરી શકો. કાન્સ સાથે ઇંગ્લંડને લડાઈ જાહેર થયાની બાતમી મળી ગયેલી હેવાથી એકદમ બંગાળામાંનું કેન્ય સંસ્થાન ચંદ્રનગર કબજે કરવાને વિચાર કલાઈવના મનમાં આવ્યું. વાસ્તવિક રીતે નવાબ સાથે ચાલેલી તકરારમાં ફ્રેન્ચ લેકેએ અંગ્રેજો વિરૂદ્ધ કંઈ પણ કૃત્ય કર્યું નહતું; ઉલટું તેઓ તેમને ઉપયોગી થઈ પડ્યા હતા. સને 1741 માં ડુપ્લે કાન્સ પાછો ફર્યો ત્યાર પછી ચંદ્રનગરની આબાદી ઓછી થવા લાગી હતી. હમણાં સને 1756 માં ત્યાં રેનોટ નામને ફ્રેન્ચ લેકેને મુખ્ય કારભારી હતે.