________________ 572 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જ. વિના અંગ્રેજોના તાબામાં આવ્યો. એ દિવસે વૅટસને જાતે એ કિલ્લે કેક તથા કન્સિલના હવાલામાં સો. આ વેળાએ અંગ્રેજોમાં નાના પ્રકારની તકરાર તથા અંદરખાનેના કલહ ચાલુ હતાં; કલાઈવ સર્વને અપ્રિય થઈ પડ્યો હત; હોલ અને તેની વચ્ચે અણબનાવ હતું, અને વાસન સરકારી નોકર અને કલાઈવ કંપનીને નોકર હોવાથી બન્ને વચ્ચે ચડસાચડસી ચાલતી હતી. કલકત્તાનું થાણું અંગ્રેજોના તાબામાં આવ્યું ત્યારે ત્યાંની સઘળી મોટી મોટી ઇમારત તથા બચાવનાં કામો પડી ગયાં હતાં. ઘરમાને સામાન, બારીઓ, દરવાજા વગેરે કહાડી લઈ નવાબનાં માણસોએ બળતણ તરીકે વાપર્યા હતાં. શહેરને દેશીઓની વસ્તીવાળો ભાગ અંગ્રેજ તેમ નવાબ બનેએ બાળે હતો, અને ઘણુંક ઘર લુટી તેનો નાશ કર્યો હતે. એમ છતાં અંગ્રેજો પુટ્ટામાં જે અવદશા ભોગવતા હતા તેના કરતાં કલકત્તા તેમને વધારે આરામીઅતની જગ્યા લાગી, અને એક મહિનાની અંદર સઘળાએ ત્યાં પોતાની વ્યવસ્થા કરી લીધી. ધનધાન્યની સમૃદ્ધિ હોવાથી પુનઃ સર્વની અગાઉ માફક મેજમજાહ ચાલવા માંડી. નવાબ સાથે થયેલી ઝપાઝપીમાં જેમ કંપનીનું નુકસાન થયું તેમ પ્રત્યેક માણસનું થોડું ઘણું ખાનગી નુકસાન થયું હતું, તે નવાબ પાસે ભરી લેવા માટે દરેકની હઠ ચાલુ હતી. આ હાને પરિણામે જ આગળ જતાં મીરજાફર પાસેથી દરેક માણસે મરજીમાં આવે તેમ પૈસા કહેડાવવાનું શરૂ કર્યું હતું. તા. 3 જી જાનેવારીએ કિલ્લો અંગ્રેજોના તાબામાં આવ્યું કે તર. તજ તેમણે નવાબ સાથે યુદ્ધ શરૂ કરવાનું જાહેરનામું કહાડયું. આ જાહે. રનામામાં નવાબે કરેલી ઉશ્કેરણીનું વર્ણન હતું, તથા જે કોઈ નવાબને પક્ષ છોડી તેમને આવી મળે તેમનું સંરક્ષણ કરવાનું અભિવચન આપવામાં આવ્યું હતું. વળી તેઓ પોતાનાં બચાવનાં કામો મજબૂત કરવા લાગ્યા, અને નદીમાંથી લડાઈ કરતાં આગળ વધી નવાબનું હુગલીનું થાણું કબજે કરવા માટે તા. 8 મી જાનેવારીએ નીકળેલી ફોજે ત્યાં કિલ્લે સર કર્યો, અને જતાં આવતાં નદીના કાંઠા ઉપરનાં તથા તેની પેલી મેરના પ્રદેશમાંનાં