________________ 40 હિંદુરતાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. પંદરમાં શતકના આરંભમાં વેનિસની જાહોજલાલી પરાકાષ્ટાએ પહોંચી. એ વખતે પ્રતિ વર્ષે વીસ હજારથી સવાલાખ રૂપીઆની આવકવાળા ઓછામાં ઓછા હજાર સાહુકારો વેનિસમાં હતા. શહેરની વસ્તી બે લાખ માણસની હતી, અને ફર્લોરેન્સની માફક શરાફી ધંધો પણ ધમધોકાર ચાલતું હતું. સઘળા દેશનાં જહાજ તેમજ સર્વ જાતિના લેક અહીં દ્રષ્ટીએ પડતા. યુરોપમાં ભોજન વસ્તીગ્રેડ પહેલ વહેલાં વેનિસમાં સને 1310-1324 માં ઉઘડયાં. * ઈટાલીના વાયવ્ય ખુણે ઉપર આવેલું છેઆનું મોટું બંદર વેનિસની માફક વેપારથી પ્રસિદ્ધિમાં આવ્યું. ખ્રિસ્તી-મુસલમાનના ધર્મયુદ્ધ એ શહેરની ચડતીમાં મદદ કરી અને તેને આબાદ કર્યું. વખત જતાં વેનિસ અને છને આ વચ્ચે ઈર્ષ ઉત્પન્ન થઈ. જ્યાં જ્યાં વેનિસનાં વેપારી થાણુ હતાં ત્યાં ત્યાં નોઆએ તેની પડોસમાં પિતાનાં મથક સ્થાપ્યાં, અને વેનિસને નુકસાન પહોંચાડવા માંડયું. બન્ને વચ્ચેની સપર્ધા વધી જતાં સને 1370 માં અને આએ વેનિસના તાબાને ઘણખરે મુલક જીતી લીધું. ત્યારબાદ યુરેપથી બારેબાર હિંદુસ્તાન જવાનો જળમાર્ગ વાસ્કેડ ગામાએ શોધી કહા, અને સને 1517 માં મુસલમાનેએ ઈજીપ્ત દેશ હસ્તગત કર્યું, એટલે વેનિસ અને જીને આ બન્નેને નાશ થયો. ઈટાલીમાં આવેલા મિલાન શહેરમાં પણ કેટલેક વખત પ્રજાસત્તાક રાજ્ય હતું પણ તેને આપણે વિષય સાથે કંઈ સંબંધ નથી. 2. ખ્રિસ્તી અને મુસલમાન પ્રજા વચ્ચે ધર્મયુદ્ધ, (ઈ. સ. ૧૦૯૫-૧૨૭૨.)-ખ્રિસ્તી અને મુસલમાન વચ્ચે થયેલાં ધર્મયુદ્ધથી એશિયા તથા યુરોપના વેપાર ઉપર કેવી અસર થઈ એ બરાબર સમજવા માટે ઈટાલીઅને નગરનું વૃતાંત અહીં આપ્યું છે. ગમે તે યુદ્ધનું પ્રત્યક્ષ કારણ એક હોય પણ જુદાં જુદાં પક્ષનાં અંતસ્થ કારણે નિરાળાં હોય છે એ આ ધર્મયુદ્ધથી સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. એશિઆના પશ્ચિમ ભાગમાં આવેલા પેલેસ્ટાઈનના પ્રાંતમાંનું જેરૂસલમ શહેર ઈસુ ખ્રિસ્તની જન્મભૂમી તરીકે જાણીતું હતું. ખ્રિસ્તી લેકનું એ પવિત્ર શહેર મુસલમાનોના