________________ પર હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ [ભાગ 3 જે, સને 1749 માં અંગ્રેજોએ કંઈ ઉશ્કેરણી કરી ત્યારે નુકસાન ભરપાઈ થાય ત્યાં સુધી તેમને સઘળો વેપાર તેણે બંધ કર્યો, કે તરતજ તેઓ શરણે આવ્યા. ઉભય વચ્ચે હમેશ અદેખાઈ થતી. અંગ્રેજોને એમ લાગતું કે “નવાબ આપણું ઉપર વિના કારણે જુલમ કરે છે, સને 1717 માં ફરૂખશીઅર બાદશાહે આપેલાં ફરમાનની કલમે તે બરાબર પાળતું નથી, અને કલમને અર્થ મરજીમાં આવે તેમ પિતાના ફાયદાને કરે છે.'' એના જવાબમાં નવાબનું કહેવું એવું હતું કે, “અંગ્રેજોને ઘણી સગવડતા કરી આપવામાં આવી છે; તેટલાથી સંતોષ માની તેઓ સ્વસ્થ બેસી રહેતા નથી, પણ મળેલી સવળતાને દુરૂપયોગ કરી દેશી વેપારીઓનું તેમજ આખા રાજ્યનું નુકસાન કરે છે.” મરછમાં આવે તે નવાબને હેરાન કરતું અને અંગ્રેજોને આશ્રય લેતું. આવા બનાવો વારંવાર બનતા હોવાથી નવાબ સ્વાભાવિક રીતે ગુસ્સે થ. 3. જકાત માફીને દુરૂપયેગા,–સને 1615 માં સર ટોમ્સ એ મેગલ બાદશાહ પાસે વેપારની સવળતા મેળવવા ઉપાડેલી ખટપટ સે વર્ષ લગી તેમની તેમ ચાલુ હતી. એ માટેનું જાશુકનું અને ઉપયોગી ફરમાન સને 1716 માં ફરૂખશીઅર બાદશાહના અમલની અંધાધુંધીમાં અંગ્રેજોને મળ્યું. આ વખતના નામધારી બાદશાહે પડતી બાદશાહી સંભાળવા મહેનત કરતા હતા. બહાદૂરશાહની અને જહાંદારશાહની સત્તા બરાબર જામી નહીં, એટલે સઘળા દુશ્મનનાં મહેડાં બંધ કરી પિતાને બચાવ કરવાને ફરૂખશીઅરે વિચાર કર્યો. આજ અરસામાં તેણે મરાઠાઓને ચોથાઈને અને સરદેશમુખીને હક આપે, અને અંગ્રેજો પાસેથી દરસાલ લેવાની રકમ કરાવી આયાત અને નિકાસ વેપારની સંપૂર્ણ છૂટ તેમને આપી. નક્કી કરેલી જકાત ભરી હિંદુસ્તાનમાં વેપાર કરવાની પરવાનગી મેગલ બાદશાહે સર્વ પ્રકારના લેકેને આપી હતી. જકાતની માફી અથવા વેપારને મતે અમુક એકજ પ્રજાને કદી આપવામાં આવ્યો નહોતે. આ સ્થિતિ ઔરંગજેબના અમલના અંત સુધી ચાલી. તેનું મરણ થતાં