________________ 540 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. મરણ અગાઉ અલિવદખાને સુરાજ-ઉદ-દૌલા પાસે સેગન લેવાડ્યા હતા કે “હું દારૂને હાથ લગાડીશ નહીં.” એ સોગન તેણે અક્ષરશ: પાળ્યા હતા. અલિવદખાનનાં મરણ પહેલાં અનેક સંકટો ઉત્પન્ન થવાથી સુરાજઉદ-દૌલા સિવાય બંગાળાને કારભાર ચલાવવા બીજે કઈ લાયક ઈસમ બચ્યો નહીં. દિલ્હીની બાદશાહી મરણ પથારીએ પડેલી હતી. બંગાળામાં સુરાજને દાદ અને ઝેન-ઉદીનને બાપ હાજી અહમદ સ. 1747 માં મરણ પામ્યા. નવાઝીસ મહમદ તથા તેને દત્તકપુત્ર ફઝલકુલ્લીખાન એ બને 5 પુરૂષો હતા, પણ તેઓ સને 1755 અગાઉ આ દુનીઆમાંથી ચાલ્યા ગયા હતા. પિતાના બીજા સઘળા પ્રતિસ્પર્ધીઓને સુરાજે નાશ કર્યો હતો. આ બનાવો બનતા હતા ત્યારે પાશ્ચાત્ય વેપારીઓ શાંત રીતે પિતાનું કામ કર્યા જતા હતા. અલિવદ્દખાનનું મરણ નિપજતાં રા જ્યની ઈમારત તરતજ જમીન દેસ્ત થશે એમ તેઓ માનતા હોવાથી તેઓ અનેક તર્કવિતર્ક તિપિતાની સરકારને લખી મોકલતા હતા. સુરાજઉદ-દૌલાને નવાબગિરી મળે એ અંગ્રેજોને અશક્ય લાગતું હતું. માત્ર થોડાં વર્ષ અગાઉ અફઘાનિસ્તાનને અમીર અબદુલ રહેમાન મરણ પામ્યો ત્યારે તે તરફ તેફાન ફાટી ઉઠવાની યુરોપિયન પ્રજાએ અટકળ કરી હતી, તેવાજ કંઈક ગપાટા તે સમયે બંગાળમાં ચાલવાથી પાશ્ચાત્ય વેપારી ઉપર આ ઉÚખલ સુરાજ-ઉદ-દૌલા ચીરડાઈ ગયે. આવી મુશ્કેલીમાં રાજ્યમાં કંઈક વજનદાર ગૃહસ્થ બેઉ જગત શેઠ હેવાથી તેમને ભક્તિભાવ અલિવર્દી તરફ વિશેષ હતે. સેનાપતિ મીર જાફર અલ્લીખાનના હાથ હેઠળ મુખ્ય અમલદાર રાયદુર્લભ નામને હિંદુ ગ્રહસ્થ ' હતા. આ બેઉ જણની બહાદુરીનાં ઘણાં વખાણ થતાં હતાં. આ સઘ ળાઓ પાસેથી સુરાજ-ઉદ-દૌલાને મદદ કરવાનું અલિવદખાને વચન લીધું; તેમજ તેણે ઘસીટ બેગમ અને સુરાજ વચ્ચે સલાહ કરાવવા માટે પુષ્કળ પ્રયત્ન કર્યા, પણ તે ફોહમંદ થયા નહીં. એમ છતાં સઘળી બાબતનું નિરાકરણ કરી અલિવદખાન સને 1756 ના એપ્રિલ માસની 10 મી તારીખે મરણ પામે. એ વેળા એની વય 82 વર્ષની હતી. અંગ્રેજ ગ્રંથ