________________ પ્રકરણ 20 મું.] સુરાજઉદ-દૌલા અને બંગાળા. 535 અને ઔદ્યોગિક વિષયોમાં રાજ્યકર્તા તરફથી ઉપદ્રવ થતું ન હોવાથી તેઓ ઘણુંખરું પરરાજ્યની બાબતમાં બેફીકર હતા. તે સમયને એક અંગ્રેજ ગ્રહસ્થ લખે છે કે “અમે પાશ્ચાત્ય લેકનાં મન વિકારવશ હેવાથી સુખદુઃખના પ્રચંડ ફેરફારે અમને ભોગવવા પડે છે, તેવું હિંદુસ્તાનમાં થતું નથી. નાનપણમાં લગ્ન થવાથી રંડીબાજી તથા લંપટ૫ણામાં લેકે સપડાતા નથી. ધર્મને લીધે સમાધાનવૃત્તિનું પોષણ થતું હોવાથી મહત્વાકાંક્ષા, હોંસાતસી ઈત્યાદિ દુઃખદ લાગણીઓ તેમનામાં રતી નથી; તેમને મદ્યપાનની ખબર ન હોવાથી તત્સંબંધી તથા સ્ત્રીવિષયક દુરાચાર તેમનામાં ઉદ્ભવતા નથી. આ સઘળાનું એક ઉલટ પરિણામ એવું દેખાય છે કે પાશ્ચાત્ય પ્રજા પ્રમાણે દોડધામ, ચંચળતા, ઇર્ષા ઈત્યાદિ માનસિક શક્તિઓ હિંદુમાં તીવ્ર થતી નથી. તેમની સાદી રહેણી તથા દેશની ઉષ્ણ હવાને લીધે તીવ્ર શક્તિને અવરોધ થતે તેમજ તેમની દ્રષ્ટિ અંકેશમાં રહેવાથી ઐહિક બાબતમાં તેમનામાં સંકડે વર્ષ થયાં કંઈ ફરક પડેલે દેખાતું નથી.' - પાંચ વર્ષના મુસલમાની અમલ દરમિયાન આ સ્થિતિમાં ભાગ્યે જ ફેરફાર થયા હતા. એ લાંબા કાળમાં હિંદુઓ રાજ્યનિક હતા, અને તેમના ઉપર કોઈ પણ પ્રકારને જુલમ થતું નહીં. હીલ સાહેબ કહે છે કે, અઢારમા સૈકાના પ્રથમ અર્ધ ભાગમાં બંગાળાના ખેતીકારની સ્થિતિ, ફ્રાન્સ અથવા જર્મનીના ખેડુતોના પ્રમાણમાં ઘણી સારી હતી.” મોગલ બાદશાહીના પડતીના કાળમાં મહારાષ્ટ્રની પેઠે બંગાળામાં પણ હિંદુઓનાં મન મુસલમાન સામા ઉશ્કેરાયાં હતાં, અને ઘણું લેકોના મનમાં સ્વરાજ્યના વિચારે ઘોળાતા હતા. સુરાજ-ઉદ-દલાની કારકિર્દીમાં હિંદુ લોકેને આ ગુસ્સે પુષ્કળ વધી ગયો હતો. વેપાર તથા ઉદ્યોગ ધંધે હિંદુઓના હાથમાં હોવાથી, અને અંગ્રેજ, કેન્ચ તથા વલંદા લેકે કેવળ વેપાર ચલાવતા હોવાથી, આ પાશ્ચાત્ય પ્રજાને * Scrofton's Reflections on the Gvernment of Hindustan in Hill's Bengal P. XXI.