________________ પ૨૮ હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. જોઈએ, અને યુરોપિયન આરમારથી તેને બચાવ કરવો જોઈએ, પણ એ બન્ને બાબતમાં ફ્રેન્ચ લેકે પાસે અનુકૂળ સાધન નહોતાં. એકાદ બે વ્યક્તિના નાલાયકપણાને લીધે ફ્રાન્સને હિંદુસ્તાનમાં ખમવું પડયું હતું તે તે માટે જોગવાઈ કરવાનું કંઈ મુશ્કેલ નહતું, પરંતુ એ ઉપરાંત બીજાં અસંખ્ય સામાન્ય અને પ્રબળ કારણે હતાં. એક અર્વાચીન ફ્રેન્ચ લેખકના વિચાર પ્રમાણે અન્ય સરકારે આપેલા હુકમે લાલીએ બાજુ મુક્યા હેત, અને તેની રાજનીતિ સ્વીકારી બુસીની સલાહ માન્ય કરી હોત તે હિંદી બાદશાહીને મુગટ આજે વીકટોરીઆ રાણીને માથા ઉપર બીરાજતે નહીં. આવું પ્રતિપાદન કરવું એ ઘણું જોખમ ભરેલું છે. કુલેની કલ્પના શક્તિ અને બુસીની હોંશીઆરી ગમે તેટલી હોય છતાં તેમની વ્યવસ્થાને સઘળો આધાર દેશી રાજાઓના દરબાર માં પિતાને લાગવગ ચાલુ રાખવા ઉપર, એટલે પિતાની હીલચાલની તેમજ વ્યવહારની મર્યાદા બને તેટલી વધારવા ઉપર હતા. હિંદુસ્તાનના રાજાઓ ઉપર લશ્કરી કરબ બેસાડી રાજ્યવિસ્તાર કરવાનું તેમને માટે શક્ય હતું, પણ એથી રાજ્યને મૂળ પાયો તૈયાર થઈ શકતો નથી. આજે પણ એવી કંઈક સ્થિતિ આપણને દૃષ્ટિગોચર થાય છે. પિતાના મુલકની સરહદ ઉપરના તેમજ તેની આસપાસના સત્તાધીશોના પ્રદેશમાં દખલ કરી અંગ્રેજોએ પિતાનું રાજ્ય વધાર્યું અને હજી પણ વધારે છે. એ અંગ્રેજી રાજ્યને મૂળ પાયે અને તેને મુખ્ય આધારસ્થંભ યુરોપમાં છે. જ્યાં સુધી યુરોપમાં સમર્થ છે, ત્યાં સુધી આ રાજ્યવિસ્તારને અડચણ આવવાની નથી. રાજ્યના આવા વિસ્તારને લીધે રાષ્ટ્રીય આરમારને પુષ્ટિ મળે છે એને ઈનકાર થઈ શકતું નથી. આ ન્યાય તત્કાલીન ફ્રેન્ચ રાજ્યને બરાબર લાગુ પડે છે. મૂળમાંજ જ્યારે કેન્ચ રાજ્ય શક્તિહીન હતું, તે હિંદુસ્તાનમાંના બેચાર રજવાડાઓ સાથે યુક્તિથી કિંવા જબરાઈથી કરેલ સ્નેહ સંબંધ શું ઉપગને હતે? હિંદમાંથી અંગ્રેજોને બહાર કહાડવાનું કામ કેન્ચ માટે અશક્ય હતું. લાલીની જગ્યાએ ફુલે અથવા બીજા કઈ દિવ્ય પુરૂષની