________________ પર૬ હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. તે તરતજ મેઘગર્જનાની પેઠે ગાજી ઉઠતે. તેના આવા સ્વભાવને લીધે તાબાના માણસે તેને અંતઃકરણ પૂર્વક મદદ કરતા નહીં, પણ દૂરથી તેની ફજેતી થતી જોઈ આનંદ માનતા, અને ગમે તેટલું નુકસાન થાય તો પણ લાલીનું માનભંગ કરવામાં મોટી આબરૂ મેળવી હોય તેમ ગણતા. લાલીના આ સ્વભાવને લીધે જ કેન્ય સત્તાને ભારે ધક્કો પહોંચતાં તે આ દેશમાંથી નિર્મળ થઈ સેનાપતિમાં જાતિ કૌશલ્ય કેટલું જોઈએ, અને તે શોધવા માટે ઉપરી અધિકારીઓએ કેવા પ્રકારની દક્ષતા વાપરવી જોઈએ તે આ ઉપરથી વ્યક્ત થાય છે. મરાઠાઓના ઈતિહાસમાં પણ એવાં ઉદાહરણ પુષ્કળ મળી આવે છે. એમ છતાં લાલીની ફેજ અતિ ઉત્કૃષ્ટ હતી, અને તે જે એક વર્ષ પહેલાં અહીં આવી હતી તે એનું કામ ઘણું ખરું પાર પડત. હિંદુસ્તાનમાં લશ્કર મોકલવાનો ઠરાવ ક્રન્ય સરકારે 1755 માં કર્યો, અને તે અનવયે સને 1756 માં યુદ્ધ શરૂ થતાંજ કાન્સથી તે નીકળી શક્યું હોત તે અંગ્રેજોની મુશ્કેલીને પ્રસંગે તે આ દેશમાં આવી પહોંચત. એ વર્ષના જુન માસમાં નવાબે અંગ્રેજોને બંગાળામાંથી હાંકી કહાડ્યા હતા, અને અકટોબરમાં મદ્રાસનું સઘળું લશ્કર લઈ કલાઈવ તે પ્રાંતમાં ગયો હતો. આવે વખતે અંગ્રેજોએ જેવી ચાલાકી બતાવી તેવી ફ્રેન્ચ લોકે બતાવી શક્યા નહીં. હુકમ મળવા બાદ કંઈ પણ વખત ગુમાવ્યા વિના લાલી ટ્રાન્સથી નીકળી પડ્યો હતો તે સને 1757 ના આરંભમાં તે પિડીચરી પહોંચી શકત. વખતે આવી લાલીએ કિનારા ઉપરથી અને બુસીએ હૈદ્રાબાદ તરફથી મદ્રાસમાંના અંગ્રેજો પર સંપ્ત હુમલો કર્યો હોત તે આ થકવી નાંખનારા તેમજ કંટાળા ભરેલા ઝગડાને અંત તાબડતોબ આવી જાત. લાલીએ ગુમાવેલે વખત અંગ્રેજોને અનુકૂળ પડે. તે પૂર્વ કિનારા ઉપર આવી લાગે તે પહેલાં તેઓએ બંગાળામાં પોતાની સત્તા બેસાડી હતી, અને નાણુંની તેમજ માણસની પુષ્કળ મદદ તેમને મળી હતી. બંગાળામાંથી કલા કેન્ચ લેકેને હાંકી મુક્યા હતા, અને કર્નલ ફોર્ડને મોકલી દક્ષિણમાં તેમને ઘેર્યા હતા. મલિપટ્ટણનું ઉત્તમ બંદર કેન્યના