________________ 524 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. હિંદુસ્તાનમાં રાજ્ય સ્થાપવા માટે કરેલા પ્રયત્નને અંત આવ્યો. વાંડીૉશની લડાઈ પછી એક પછી એક ફ્રેન્ચ સંસ્થાન અંગ્રેજોએ કબજે કર્યા પછી આખરે પિન્ડીચેરીને વારો આવ્યો. અંગ્રેજોને ઈંગ્લેડથી વહાણ અને માણસની મોટી મદદ આવી મળી હતી, પણ ફ્રેન્ચ લેકોને કઈ તરફની મદદ નહતી. ચાર છ મહિના મેરી બહાદૂરીથી લાલીએ પિન્ડીચેરીને બચાવ કર્યો. આખરે દારૂગોળો તથા અન્નસામગ્રી ખુટતાં નિરૂપાય થઈ લાલીને શત્રુને શરણે જવા ફરજ પડી (તા. 15 જાનેવારી, 1761). આ પ્રસંગે લાલી અને તેના સિપાઈઓ જીવ ઉપર આવી લડતા હતા. લાલી પિતે તથા તેના હાથ હેઠળના કેટલાક ફેન્ચ માણસો લડવામાં મમતી રહ્યા, અને આખર પર્યત શરવીર સિપાઈઓને યોગ્ય થાય તેવું વર્તન કર્યું; શરણે જવાનો વખત આવતાં કેટલાક રાજદ્રોહી ફ્રેન્ચ સોજો ઘણીજ બેશરમ રીતે વર્યા હતા તે ઈતિહાસમાં જાહેર છે. પિન્ડીચેરીને કબજે લીધા પછી અંગ્રેજોએ તેની કિલ્લેબંધી જમીનદોસ્ત કરી હતી. અંગ્રેજોએ લાલીને મદ્રાસથી ઇગ્લેંડ મોકલાવી દીધું. ત્યાં અંગ્રેજો વિરૂદ્ધ દેવભાવ નહીં બતાવવાના તેમજ બીજી અનેક બાબતના સોગન લીધા પછી એને છુટકે છે અને તે સ્વદેશ પાછો ફર્યો. અહીં પણ તેને શાંત બેસવાનું નહતું. હિંદુસ્તાનમાં જેવી રીતે અનેક શત્રુઓ તેની સામા કપટ કરતા હતા તેમ ફ્રાન્સમાં પણ થયું. તેણે જેમ જેમ શત્રુને નિષેધ કરી સ્વકૃત્યનું સમર્થન કર્યું તેમ તેમ તેના શત્રુઓ જોર પર આવ્યા, અને સર્વેએ એક મત થઈ તેની વિરૂદ્ધ ફરીઆદ ઉઠાવી. આ સઘળાનું પરિણામ ઘણું ભયંકર આવ્યું. પરંતુ પિતે નિરપરાધી છે એ વિચાર ઉપર દ્રઢ રહી જે થાય તે ભગવાને પણ નાસી નહીં જવાનો તેણે નિશ્ચય કર્યો. દેશદ્રોહને મુકદમ તેના ઉપર ત્રણ વર્ષ ચાલ્યા પછી આખરે ન્યાયાધીશોએ તેને ફાંસીની શિક્ષા ફરમાવી, અને તે તા. 9 મી મે 1766 ને દીને અમલમાં મુકાઈ આવી દુઃખદાયક રીતે આ શર પુરૂષને અંત આવ્યો. ફ્રેન્ચ રાજ્યની તે સમયની સ્થિતિ કેવી ખરાબ હતી તે આ ઉપરથી ખુલ્લું દેખાય છે. લાલીને તેનાં કૃત્યને માટે