________________ પ્રકરણ 19 મું.] કર્નાટકમાં ત્રીજું યુદ્ધ. . 519 લાગ્યું નહીં તે પણ નાઈલાજ થઈ તેને તેમ કરવાની ફરજ પડી. તાજેર જતાં રસ્તામાં લાલીએ મંદીરે અને ગામો લૂખ્યાં. લોકોને તેની સ્વારીની એટલી બધી ધાસ્તી લાગી કે સઘળા તેને રસ્તે ચુકાવી આ પ્રદેશમાં નીકળી ગયા, એટલે તેને સઘળા પ્રાંત ઉજજડ અને વેરાન જણાયો.. તા. 8 મી જુલાઈએ તે તાંજોર પહોંચ્યો કે રાજાને પિતાની સલામતી માટે દહેશત પડી, અને પાંચ લાખ રૂપીઆ આપવા કબુલ થયો. પણ લાલીના ઉતાવળા અને અધીરા સ્વભાવને લીધે સઘળું બગડી ગયું. જરા વિજય મળ્યા બાદ રાજાને તેનાં સઘળાં માણસો સહિત કેદ કરી સેન્ટ. લુઈ લઈ જવાની કંઈક નિષ્ફરપણે આવેલી ધમકીથી રાજા પ્રતાપસીંગ ગુસ્સે થઈ ગયે, અને ગમે તે થાય તે પણ ફ્રેન્ચ લેકેને હાથ બતાવવા તેણે નિશ્ચય કર્યો. તાંજોર ઉપર ફ્રેન્ચ તપને મારે શરૂ થવાની અણી ઉપર હતે એવામાં કારિકલ અને પિન્ડીચેરી સર કરવા અંગ્રેજ ફેજ આવી લાગવાની બાતમી લાલીને મળી, એટલે ગમે તે પ્રકારે જીવ બચાવી તાંજોર છેડી પિન્ડીચેરી જવાની તેને જરૂર પડી. પાછા ફરતાં તાંજોરનાં માણસેએ તેને એટલે ત્રાસ આપો કે એક વખત તે જાતે તેમના હાથમાં સપડાઈ જવાની અણી ઉપર હતા, પણ તેમાંથી તે બચી ગયો. તેને ત્રણ મોટી તપમાં ખીલા મારી રસ્તામાં છોડી દેવાની જરૂર પડી. આ પ્રમાણે દરીઓ ઉપર ડાશે અને જમીન ઉપર લાલી દુશ્મનને હાથે માર ખાતા પિન્ડીચેરી આવ્યા, છતાં ડાશે લાલીને મદદ કરવા કબલ થયો નહીં. માત્ર એક ડચ વહાણ ને પકડી લાવ્ય; તે ઉપરનું નાણું અને બીજી સામગ્રી લઈ લાલી એકદમ. મદ્રાસ તરફ રવાના થયો, રસ્તામાં તેને બુસી મળે. બુસીના કહેવા પ્રમાણે તે વર્યો હોત તો સઘળાને ફાયદો થાત, પણ બેઉ વચ્ચે માત્ર નામની મિત્રાચારી હોવાથી બુસી જે કંઈ કહે તે કંઈ પણ મતલબથી કહેતા હશે એમ લાલીને લાગતું. બુરી પાસે અઢળક દલિત હવાની લાલીને ખબર હતી, પણ આ પૈસા તેણે અન્યાયથી મેળવ્યો હશે એવું તે માનતે હેવાથી બુસીની સલાહની તે અવગણના કરવા લાગે. આથી બને વચ્ચે ઈર્જા ઉત્પન્ન થતાં બુસીએ અંતઃકરણથી લાલીને સહાય કરી