________________ 504 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. માણસોએ ડુપ્લેને બરાબર સહાય કરી હોત તે હિંદુસ્તાનમાં અંગ્રેજોનું રાજા ન થતાં કેજો રાજ્ય સ્થપાયું હેત એવું જેઓ પ્રતિપાદન કરે છે તેઓને તત્કાલીન ઐતિહાસિક પરિસ્થિતિની સંપૂર્ણ માહિતી નહોતી એમ લાગે છે. મહત્વના રાજદ્વારી ફેરફારે એક નવી લડાઇનાં પરિણામ ઉપર, કટોકટીને પ્રસંગે થયેલી એકાદ ભૂલ ઉપર, અથવા આકસ્મિક કારણો ઉપર અવલંબી રહે છે એમ કહેવું ઐતિહાસિક દૃષ્ટિની અવગણના કરવા બરાબર છે. મહાન માધવરાવ પેશ્વાનું અકાળ મરણ, નારાયણરાવ પેશ્વાનું ખુન અથવા નાના ફડનવિસના મૃત્યુ ઈત્યાદી કારણને લીધે મરાઠાઓનું રાજ્ય લય પામ્યું, કિંવા કેઈએક કારણને લીધે પાણપતના મેદાન ઉપર મરાઠાઓનો પરાજય થયો, એ કહેવું દેશના ઇતિહાસનું સાસ્ત્ર અધ્યયન કરનારને ખરું લાગશે નહીં. ડુપ્લેની યોજના પાર કેમ પડી નહીં એ સમજવા માટે કાન્સ તથા ઇંગ્લંડની તે વખતની પરિ. સ્થિતિનું બરાબર અવલોકન કરવું જોઈએ. કેન્ય સરકારે ડુપ્લેને પાછો લાવી લેવાથી જ આ દેશમાંની તેમની સત્તાની પડતી આવી અને તેથી જ અંગ્રેજો સર્વોપરી થયા એ કહેવું પણ ખરું નથી. કર્ણાટકના બીજા વિગ્રહનું કંઈ જાણવા જોગ પરિણામ આવ્યું નહીં. ડુપણે અવારનવાર ફત્તેહમંદ થયો તેનું કારણ એ જ હતું કે અંગ્રેજ અને જો વચ્ચે લડાઈ જાહેર ન થયેલી હોવાથી તે પિતાને સગવડ પડતી જગ્યાએ સંગ્રામ ચલાવતો હતો. બન્ને પ્રજા વચ્ચે ખુલ્લું યુદ્ધ ચાલતું હેત તે અંગ્રેજ કાફલાએ ફ્રેન્ચ લેકોને તરતજ નાશ કર્યો હતો. એવીજ કંઈ દશા લાલીને ભોગવવી પડી હતી. પુણેની બાજી ફસાઈ ગઈ તેનું કારણ તેની આ કામ માટેની હોંશીઆરી ઓછી હતી એમ નહતું, પરંતુ ઈગ્લેંડના પ્રમાણમાં કાન્સની એકંદર શકિત તે વેળા ઘણી કમી હતી તે હતું. વેપારની સવળતા માટે દેશી અધિકારીઓની મરજી ઉપર અવલંબી રહેવું ગ્ય ન જણાયાથી દેશીઓને હરાવી કહાડી આપણે આપણું રાજ્ય સ્થાપવું જોઇએ અને ત્યારે જ આપણે વેપાર બરાબર ચાલે એમ હુલે માનતા હતા; અને જે અંગ્રેજો આડે આવ્યા ન હતા તે કદાચિત એ વિચાર ફળીભૂત થાત. હિંદુસ્તાનના