________________ 498 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. હું બારણે બારણે મદદ માગતે ફરું છું.” આવા ઉગારે મરણના ત્રણ દિવસ અગાઉ ડુપ્લેના હેડામાંથી નીકળતા હતા. જેણે સ્વરાષ્ટ્રની આટલી મોટી સેવા કરી, તેના તરફ ફ્રેન્ચ સરકારે આ પ્રમાણે વર્તવાનું યોગ્ય હતું? દૈવગતિ વિચિત્ર છે ! આવાં અનેક સંકટ વેઠતે ડુપ્લે તા. 10 મી નવેમ્બર, સને 1764 ને દીને મરણ પામો. સરકારે અધિકારના જોર ઉપર આ ન્યાય કર્યો છતાં ઇતિહાસકારો ખરી હકીકત પ્રસિદ્ધ કરી શકતા નથી. કલાઈવ, વૈર્ન હેસ્ટીંગ્સ તથા વેલેસ્લી જેવા પુરૂષોને ઈતિહાસમાં મેટાં સ્થાન આપવામાં આવ્યાં છે, ત્યારે તેના બાબરીઆ તરીકે પ્લેને કંઈક માન મળવું એગ્ય છે. ઉપાડેલા બેતમાં તે ફસાઈ ગયો તેથી જ તેની નિંદા કરવી વાજબી નથી. તેના અપયશને દોષ આખા ફ્રેન્ચ રાષ્ટ્ર ઉપર છે, નહીં કે તેના એકલાના ઉપર. સ્વદેશથી પાંચ હજાર કેસને અંતરે જઈ ઘેડાક અંગ્રેજોએ હિંદુસ્તાનને વિસ્તીર્ણ રાજ્ય મેળવ્યું એ માટે આશ્ચર્યચકિત થઈ અંગ્રેજ ગ્રંથકાર દેશબંધુઓનાં ગીત ગાવામાં મશગુલ થાય છે, પણ આ પરાક્રમનું ખરું શ્રેય કોઈને પણ જે આપવાનું હોય તે તે ડુપ્લેનેજ આપવું જોઈએ. પિતાની વિલક્ષણ કપના પ્રમાણે પ્રથમ ફુલેએ પ્રત્યક્ષ અમલ કરી બતાવ્યો હતા, અને તેણે દર્શાવેલ માર્ગ સુધારી અંગ્રેજોએ ઉત્કર્ષ કર્યો હતો. મૂળ કલ્પના ડુપ્લેની હતી, એ કામની શરૂઆત તેણેજ કરી હતી, અને પહેલે વિજય પણ તેણેજ મેળવ્યો હતો, એ વાત સર્વ વિચારવંત અંગ્રેજો પણું કબૂલ કરે છે. આવું મહાન કાર્ય ઉપાડવાની કેન્ય રાજ્યની યોગ્યતા તે સમયે નહોતી. તે વખતના કેન્ય રાજ્યકર્તા અદૂરદર્શી, વ્હીકણ તથા વ્યસની હતા; સદ્વર્તન, ધર્મિષ્ટપણું, સત્ય ઈત્યાદી મહાન ગુણેની ત્યાં અવગણના થતી. એથીજ ડુપ્લેની યોજના પડી ભાંગી, અને તેજ અંગ્રેજોએ ઉપાડી લઈ પાર પાડી, એ આગળ આવતી હકીકત ઉપરથી સહજ જણાઈ આવશે. 4. દેહ અને ડિલેરી (સને 1754-1758). આટલી નામોશી થતાં પણ ડુપ્લેએ પિતાના મત પ્રમાણેની સઘળી વ્યવસ્થા કાગળ ઉપર