________________ 482 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. અને ફ્રેન્ચ છાવણી એક અતિ સુરક્ષિત જગ્યા તરીકે ઓળખાવવા લાગી હતી. નિઝામ જાતે વ્યસની તથા અશક્ત હોવાથી તેના ઉપર પિતાને અમલ ચલાવી મોટી યુતિથી ખુસીએ રાજ્યને સઘળો કારભાર પિતાના હાથમાં લીધે. એ માટે લેકેને કંઈ શક જાય નહીં તે હેતુથી તેણે કઈ પણ પ્રકારની શેખી બતાવી નહીં, અને પિતાની સત્તા જાહેરમાં જણાવવા દીધી નહીં. વળી પિતાનું લશ્કર નિઝામની છાતી ઉપર બેઠેલું છે તેવું તેને કદી લાગવા દીધું નહીં. જાણે પિતે કંઈજ વિસાતમાં ન હોય પણ ખરું જોતાં તેની સંમતિ વિના પાંદડું પણ હાલે નહીં એવી ઉત્તમ વ્યવસ્થા બુસીએ કરી. ડુપ્લે સાથે અગાઉથી મસલત કરી આ સઘળી ગઠવણ માટે તેમજ અન્ય બાબત માટે તેણે ઠરાવ કર્યો હતે. બુરી પાસે લશ્કરી સામર્થ હતું, અને પ્રસંગ આવે તે સામર્થને ઉપયોગ કરી પિતાનું કામ પાર પાડવાની ઈચ્છા તેના મનમાં થતી હતી. આ પ્રમાણે સઘળું અનુકૂળ હેવાથી ફ્રેન્ચ લેકેને આ દેશમાં પિતાનું રાજ્ય સ્થાપવામાં કોણ અટકાવી શકનાર હતું ? “કર્નાટક તે હાથમાં છેજ અને દક્ષિણના રાજ્ય ઉપર આપણી સત્તા ચાલતી હોવાથી અહીંથી દિલ્હી ઉપર કુદકે મારતાં શે વિલંબ થશે એ મનોરથ ડુપ્લે અને બુસીનાં મગજમાં રમવા લાગ્યો. બુસી ઔરંગાબાદમાં સ્થાયી પડયો હતો. તે કંઈ માત્ર નિઝામના સંરક્ષણ માટે નહે, પણ કર્નાટકમાં ડુપ્લેએ બેસાડેલા ફ્રેન્ચ લાગવગને આગળ વધારવા માટે હતે. નવાબને કેન્ય ફોજ સિવાય ચાલવાનું નથી, અને તેમને લાગવગ નવાબ વિના કાયમ રહેનાર નથી, એવી રીતે બન્ને બાજુ પરસ્પર અવલંબી રહેલી હોવાથી બુસી અને ડુપ્લેની દક્ષિણ હિંદુસ્તાનમાં આ સમયે હાક વાગી રહી હતી. આ મેટે ફાયદો પુણેની નજર આગળ હેવાથીજ બુસીને હમેશને માટે પિતાની પાસેથી દૂર મેકલવા તેને જરૂર પડી. અંગ્રેજો તેની પાસમાં હતા છતાં પિન્ડીચેરીના બચાવને બંદેબસ્ત ઢલે પાડી ડુપ્લેએ બુસીને ઔરંગાબાદ મોકલવાની મેટી ભૂલ કરી હતી, એમ વિગ્રહનાં આવેલાં પરિણામ ઉપરથી લાગવાને સંભવ છે. તે પણ શરૂઆતની પરિસ્થિતિ ઉપરથી ડુલે તદન નિર્ભય હતો.