________________ 480 હિંદુરતાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જો. અલ્લીને આગળ કરી ચંદા સાહેબની વિરૂદ્ધ પડવામાં અંગ્રેજોએ જેવી રીતે પિતાનું હિત જોયું હતું તેમ ફ્રેન્ચ લોકેએ સામા પક્ષને મદદ કરવામાં કર્યું હતું નહીં. તેમની ઈચ્છા માત્ર પોતાના અનુયાયીઓને આગળ પાડી તેમની સગવડ સાચવવાની હતી. મહમદઅલ્લીને પક્ષ લેવામાં અંગ્રેજોએ કંઈ વિચાર કર્યો નહોત; એ પાછળથી કેવો નીકળે, અને પિતાના મદદગાર પ્રત્યે કેવી રીતે વર્યો એ પ્રસંગાનુસાર વિદિત થશે. પ્રકરણ 18 મું. કેચ, નિઝામ અને મરાઠા 51-57. 1. નિઝામના દરબારમાં બુસીને લાગવગ 2. મરાઠાઓને અંતિમ હેતુ. 3. ડુપ્લેના કારભારને અંત. 4. ગેહુ અને ડિલેરી. 5. ડુપ્લેની રાજનીતિ. 1 નિઝામના દરબારમાં બુસીને લાગવગ (સને 1751-53).- સલાબત જંગને નિઝામની ગાદીએ બેસાડી બુસી ઔરંગાબાદમાં દાખલ થયા હતા તે આપણે ઉપર વાંચી ગયા છીએ. સલાબતજંગ મિયત નિઝામને ત્રીજો છોકો હતા, અને તેને મોટે ભાઈ ગાઝીઉદ્દીન દિલ્હીમાં દીવાનપદ ઉપર હતે. નાસીરજંગને નિઝામી મળેલી જોઈ ગાઝીઉદીન ખુશ હતે; પણ નાસીરજંગ અને મુઝફરજંગ બનેને નાશ થતાં સલાબત જંગ આગળ નીકળી આવ્યું, અને નિઝામ દરબારમાં ફ્રેન્યનું ઉપરીપણું સ્થાપન થયું. એ મરાઠાઓના વિચારને અનુકૂળ નહતું. પશ્ચિમ કિનારા ઉપર પોર્ટુગીઝ અમલ જેમને તેમ હતા, એટલામાં પૂર્વ કિનારા ઉપર અને મરાઠા રાજ્યની સરહદ ઉપર બીજું યુરોપિયન રાજ્ય થાય એ તેઓ સહન કરી શકે તેમ નહોતું. નિઝામની ઉત્તર સરહદ ઉપર ભોંસલે અને પશ્ચિમ તરફ પેશ્વા હેવાથી એ બન્નેને ફ્રેન્ચ સત્તા વિરૂદ્ધ કંઈક શક પેદા થાય એ