________________ પ્રકરણ 16 મું.] કર્નાટકમાં પહેલું યુદ્ધ. 443 લીધે, અને બુર્બોન તથા સેન્ટ લુઈથી પણ મદદ મગાવી. હવે ડુપ્લે સમક્ષ પિડીચેરીનું સંરક્ષણ કરવાને એક વિકટ પ્રશ્ન ખડે થયો હતો. સને 1748 માં એડમીરલ બેન્કેવન (Admiral Boscawen) નાં ઉપરીપણું હેઠળ મદ્રાસ અને પેન્ડીચેરી કબજે કરવા માટે એક મોટો કાલે આવવાથી અંગ્રેજોએ પાછલાં શહેર ઉપર ઘેરે ઘાલ્યો, પણ તેમાં તેને એક સરખે નાશ થયો. “લડાઈની ગડબડાટમાં પિન્ડીચેરીના કિલ્લામાંના દારૂના ભંડારમાં આગ લાગવાથી કિલ્લે ઉડી ગયે, અને તેમાં પરાડીસ હાર થયે. આથી કેન્ચ લેકેને મોટું નુકસાન થયું, તે પણ ફુલેએ મોટી ધૂર્તતા બતાવી અંગ્રેજોને પૂર્ણ પરાજય કર્યો. અને તેમને ઘેરે ઉઠાવી પાછા ફરવાની જરૂર પાડી (તા. 27 મી અકબર, 1748). આ પછી લડાઈ માટે નવી સામગ્રી ભેગી કરી બન્ને યુરોપિયન પ્રજા ઝનુન ઉપર આવી એકબીજાને પ્રાણ લેવા તૈયાર થઈ. પરંતુ એટલામાં યુરોપમાં થયેલા એઈ લા શાપેલના તહનામાની રૂએ અંગ્રેજ અને ફ્રેન્ચ વચ્ચેનું યુદ્ધ બંધ પાડવાને હુકમ આવ્યો, (જાનેવારી 1749). આ તહનામાના ઠરાવ મુજબ એકબીજાને જીતેલો મુલક જેને તેને પરત આપવાનું હોવાથી મદ્રાસ શહેર અંગ્રેજોને સ્વાધીન કરવાની ડુપ્લેને ફરજ પડી. સ્વાભાવિક રીતે આ ગોઠવણ તેને ઘણું ભારે લાગી, કેમકે એથી આટલા દિવસની એની છવડ મહેનત ફેગટ ગઈ. વળી પૈસા ખરચી વધારે મજબૂત કરેલું ત્યાંનું થાણું તેના હાથમાંથી જતું રહે અને વિશેષમાં અંગ્રેજોને હિંદુસ્તાનમાંથી હાંકી મુકવાને તેને મરથ ભંગ થાય એના જેવું મરણપ્રાય દુઃખ તેને બીજું કેવું હેય? પિન્ડીચેરીનું સંરક્ષણ કરવામાં ડુપ્લેએ જે હોંશીઆરી અને યોગ્યતા બતાવ્યાં હતાં તે અપ્રતિમ હતાં. - 6, નિષ્કર્ષ–આ પ્રમાણે પાંચ વર્ષ લડાઈ ચાલ્યા પછી અસલ સ્થિતિમાં અને પ્રજાઓ મુકાઈ ફરક એટલો જ પડે કે આ લડાઈ અગાઉ અંગ્રેજ અને ફ્રેન્ચ વચ્ચે તીવ્ર વેર નહોતું તે મદ્રાસને લીધે તેમજ પિડીચેરીના હલ્લાને લીધે અતિશય વધી ગયું, અને સ્થિતિ એવી થઈ કે બંનેમાંથી એકનો નાશ થયા વિના એ વેર અટકશે નહીં એમ સર્વ