________________ પ્રકરણ 1 લું. ] પ્રાચીન કાળમાં વેપારની દેડધામ 29 ટુંકમાં, સઘળી જાતના મસાલા અને સુગંધી વસાણ એશિઆને પૂર્વ કિનારેથી ઠેઠ યુરોપમાં જતાં. ઑગસ્ટસ બાદશાહના વખતમાં રોમમાં એક આખા મહેલાની સઘળી દુકાને આ મસાલા તથા સુગંધી વસાણાંથી ભરેલી હતી. બીજે માલ જવાહર; એમાં મોતી અને રત્નને સમાન વેશ થતે. પ્લિનીએ જુદી જુદી જાતનાં રત્નોની, તથા તેના ગુણ અને કિમતની યાદી આપી છે તે એવી વિગતવાર અને ખબરથી ભરપુર છે કે તે જોતાં જ આપણને આશ્ચર્ય ઉપજે છે. રેમન લેકેને સઘળો એશઆરામ અને ઠાઠ કેવળ હિંદુસ્તાનનાં રત્ન અને મોતી ઉપર અવલંબી રહ્યા હતા. બુટસની મા સરવિલિઆને જુલિસ સિઝરે એક મોતી ભેટ આપ્યું હતું તે એકલાનીજ કિમત લગભગ પાંચ લાખ રૂપીઆ હતી. કિલઓપેટા પાસે મોતીનાં કર્ણપુલની એક જોડ હતી તેની કિમત રૂપીઆ પંદર લાખથી વધારે હતી. મોતી તથા રને પૂર્વ તરફના સઘળા દેશમાંથી યુરેપમાં જતાં હતાં, તોપણ હિંદુસ્તાનને માલ સર્વથી વધારે જતો અને તેની પ્રખ્યાતિ બીજા કરતાં વિશેષ હતી. ત્રીજો માલ રેશમી વસ્ત્રો હતાં. રોમન સ્ત્રીઓને આ બારીક કપડાંને ઘણે શોખ હતો. રેશમી કાપડની કિંમત વજન પ્રમાણે લગભગ સેનાની ભારોભાર હતી. એ રેશમી કાપડને ઘણે ભાગ ચીનમાંથી જ. તે કેવી રીતે તૈયાર કરવામાં આવતું હતું તે બાબત યુરેપમાં કંઈ પણ ખબર નહતી, અને રેશમ ઘણું ઘેટું ઉત્પન્ન થતું હોવાથી કિમત પણ ભારે હતી. એરીઅન લખે છે કે ઉનનું પાતળું કાપડ, રંગબેરંગી સુતરાઉ વસ્ત્ર, કંઈક જવાહીર, હિંદુસ્તાનમાં માલમ નહીં હોય એવાં કેટલાંક સુગધી વસાણ, પરવાળાં, કાચનાં વાસણ, ચાંદીની ભરતલની જણસે, નાણું તથા દારૂ વગેરે ચીને ભરી મિસરનાં જહાજે ઠઠ્ઠા આગળ આવતાં, અને ત્યાંથી એ સર્વને બદલે હિંદુસ્તાનમાંથી મસાલે, જવાહીર, રેશમી તથા સુતરાઉ કાપડ, કાળાં મરી યુરોપ લઈ જતાં. મિસરનાં વહાણે ઠઠ્ઠાની માફક ભરૂચ આગળ પણ આવતાં. ભરૂચને સંબંધ તગર શહેર સાથે હતો. તગરનો માલ ઘણેખરો ભરૂચ આવતો. રોમન કાયદામાં હિંદુસ્તાનથી આવતા જકાતી માલની યાદી આપેલી છે તે