________________ પ્રકરણ 16 મું. ] કર્નાટકમાં પહેલું યુદ્ધ 435 પહોંચે. અંગ્રેજ કાફલો તે વખતે બંગાળા તરફ ગયેલ હોવાથી અંગ્રેજી કોઠી પિતાને બચાવ કરવા અશક્ત નિવડી. પાંચ દિવસની થેડી ઘણી ઝપાઝપી પછી મદ્રાસ શહેર અને કિલ્લે ફ્રેન્ચ લેકેના હાથમાં ગયાં, અને ત્યાંના સઘળા અંગ્રેજે તેમના હાથમાં સપડાઈ ગયો. હવે મદ્રાસની બાબતમાં કેવી રીતે કામ લેવું એ વિકટ પ્રશ્ન ઉપર લાબુને તથા ડુપ્લે વચ્ચે તકરાર શરૂ થઈ અને ઉભય વચ્ચે લાંબો પત્રવ્યવહાર ચાલ્ય. લાભુડનેને વિચાર દંડ લઈ મદ્રાસ અંગ્રેજોને પાછું સોંપવાને હતું, પણ ડુપ્લેને તે હમેશને માટે કેન્યના તાબામાં રાખવું હતું. આ ભાંજગડ ચાલતી હતી તેવામાં આર્કટના નવાબે યુદ્ધ બંધ કરવા માટે ડુપ્લેને સખત હુકમ આપે ત્યારે તેની સાથે મળી જઈ ડુપ્લેએ એમ નક્કી કર્યું કે અંગ્રેજોને જે મુલક છતાય તે તેણે નવાબને હવાલે કરે, અને વિશેષમાં જણાવ્યું કે “અમને રાજ્ય સ્થાપવાની કંઈ પણ અપેક્ષા નથી; આમ કરી અમારે માત્ર અંગ્રેજોની ખેડ ભુલાવવી છે. આ ઠરાવ પ્રમાણે મદ્રાસ નવાબને સોંપવાનું હોવાથી લાબુને અંગ્રેજોને તે પાછું આપી શક્યો નહીં એટલે હમણાથીજ તેણે ઘણી સ્વતંત્ર રીતે વર્તી ગવર્નર અને કન્સિલના હુકમ તુચ્છકારી કહાડયા. મદ્રાસને નિકાલ કરવા ત્રણ માર્ગ ખુલ્લા હતાઃ તે થાણું કેન્ચ લેકએ તેિજ લઈ લેવું, ત્યાંના કિલ્લા વગેરે જમીનદોસ્ત કરવા, અથવા માટે દંડ લઈ અંગ્રેજોને હવાલે કરવું. લાબુનેના મત પ્રમાણે જે યુદ્ધ પુરું થતાં મદ્રાસ અંગ્રેજોને પાછું આપવું પડે તે હમણું તેને કબજે લેવો નકામે હતો; વળી ત્યારે કિલ્લે જમીન દોસ્ત કર્યો તે તે પાછો બાંધવાને અંગ્રેજોને વિલંબ અને વધારે ખરચ લાગવાને નથી. આ કારણથી ભારે દંડ લઈ શહેર છોડી દેવું એજ ઉત્તમ માર્ગ હતા. એ વિરૂદ્ધ ડુપ્લેનું કહેવું એવું હતું કે “આપણે અંગ્રેજોને હિંદુસ્તાનમાંથી હાંકી કહાડવા છે. આજ પર્યત તેમના ત્રાસને લીધે પિન્ડીચેરીને બચાવ કરવામાં કેટલે ખરચ અને હેરાનગતી જોગવવાં પડ્યાં છે તે મશહૂર છે. પિડીચેરીની નજદીકમાં મદ્રાસ સરખું અંગ્રેજોનું મુખ્ય થાણું ટકવા દેવાથી કેન્સ લેકે પિતાના હેતુમાં કદી પણ પાર પડશે નહીં.