________________ 424 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. પણ આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ કિનારા ઉપર દસ હજાર રૂપિઆની ઉત્પને મુલક સફદરઅલ્લીએ ફ્રેન્ચ લેકને જુદે પાડી આપે, અને એ માટે દિલ્હીના બાદશાહનું ફરમાન પણ મેળવ્યું. કેટલાક દિવસ પેન્ડીચેરીમાં રહ્યા પછી સફદરઅલ્લી પોતાની માને લઈ આર્કટ ગયે, અને ચંદા સાહેબ શ્રીચીનાપિલી તરફ રવાના થયો, પણ તેનાં સ્ત્રી છોકરાઓ ફેન્ચ સંસ્થાનમાં રહ્યાં. પિન્ડીચેરીથી પાછા ફર્યા બાદ ચંદા સાહેબે સ્વરક્ષણની તજવીજ છોડી દઈ પિતાના ભાઈ બડા સાહેબને વધારે મુલક હસ્તગત કરવા માટે મદુરા મેક. બડા સાહેબ તથા ચંદા સાહેબને છુટા પડેલા જોઈ રાઘુએ એકદમ ટીચીનાપલીને ઘેરો ઘાલ્યો. ચંદા સાહેબ ઘણી ઝનુનથી તેની સામે લડે. બડા સાહેબને તાબડતોબ પાછો બોલાવવા ગયેલા કહેણ પ્રમાણે તે આવી ચંદા સાહેબને મળે તે પૂર્વે રાધુજીએ તેની સામા વીસ હજાર લશ્કર મોકલ્યું. નાઈલાજ થઈ લડતાં બડા સાહેબ લડાઈમાં પડયો અને તેની ફેજ ગભરાટમાં પડી વિખરાઈ ગઈ. બડા સાહેબના પ્રેતને રાધુજીએ મેટા ઠઠથી ચંદા સાહેબને મોકલી આપ્યું. ટીચીનાપલીને ઘેરો તા. 15 મી ડીસેમ્બરથી ત્રણ મહિના સુધી ચાલ્યા બાદ તા. 21 મી માર્ચ સને 1741 ને દીને ચંદાસાહેબે નિરૂપાય થઈ કિલે મરાઠાઓને સ્વાધીન કર્યો, અને પોતે પણ તેમને શરણે ગયો. ચંદા સાહેબને કેદ કરી રાહુજીએ સતાર મોકલે, અને મુરારરાવ ઘોર પડેના હાથ હેઠળ ચૌદ હજાર માણસો આપી કર્નાટકને વહિવટ ચલાવવવાનું કામ તેને સેપ્યું. ચંદાસાહેબને પકડ્યા પછી રાધુજીએ * પૂર્વે રાજારામ મહારાજના સમયમાં સંતાજી ઘર પડેનું ખુન થયા પછી તેના પત્ર શિજીએ સૈન્ય એકઠું કરી કર્નાટકમાં લૂંટ ચલાવી, અને ગુટી, ગજેદ્રગઢ, અને સંપૂરના કિલ્લા તથા તેની આસપાસને પ્રદેશ કબજે કરી ત્યાં એક સ્વતંત્ર સંસ્થાના સ્થાપ્યું. કોઈની પણ મદદ વિના પરમુલકમાં તલવારને જેરે મેળવેલું આ નાનું સંસ્થાન ઘરપડેએ ઉત્તમ રીતે સંભાળી રાખ્યું, અને કૃષ્ણ નદીથી રામેશ્વર પર્યત સઘળાં રાજ્ય ઉપર પિતાની હાક બેસાડી, એટલા ઉપરથી તેનું પરાક્રમ વ્યક્ત થાય છે. શિધજીને પુત્ર મુરારાવ ઘણા જ પ્રખ્યાતીમાં આવ્યા. કર્ણાટકમાં કેથે પણ લડાઈને પ્રસંગ ઉપસ્થિત થતાં બે પક્ષમાંના એક પક્ષ તરફ મુરારાવ નહીં હોય એમ ભાગ્યેજ બનતું. તેનું સૈન્ય છે પણ અત્યંત વ્યવસ્થિત હતું. અંગ્રેજોને અનેક વેળા સહાય કરવા માટે તેમણે મુરારરાવની સ્તુતિ કરી છે. (ખરેકૃત ઐતિહાસિક લેખ ભા. 2. )