________________ 407 પ્રકરણ 14 મું.] કેન્ચ લેકોની હકીકત. વા માટે જે ઉપાયે જવામાં આવ્યા હતા તે અમલમાં મુકવાને કેટલાક ચાલાક ફ્રેન્ચ ગ્રહસ્થ હિંદુસ્તાન આવ્યા હતા તેમની પૂર્વ હકીકત અહીં આપવી અસ્થાને લાગશે નહીં. માર્ટિનની પછી પિન્ડીચેરીમાં નીમાયેલા નાના મેટા અધિકારીઓમાં લેન્થર (Lenoir) હોંશીઆર, ઉઘોગી, દઢનિશ્ચયી અને વેપારના કામમાં અત્યંત પ્રવીણ હતા. તેણે દેશી વેપારીઓની સહાયતાથી કંપનીને વેપાર ચલાવી ઘણો ફાયદો કર્યો હતા. સને 1723 માં ફ્રેન્ચ સરકારે કંપની સાથે ઘણો ખરો સંબંધ તેડી નાંખે, અને તેને સંપૂર્ણ સ્વતંત્રતા આપી. આ પછી તરતજ કંપનીએ મોટે ભડળ એકઠો કર્યો, અને કેટલાંક વહાણે હિંદુસ્તાન રવાના કર્યા, ત્યારે બલિએ ( Beauvallier) લેન્થરની જગ્યાએ ફ્રેન્ચ ગવનર થઈ આવ્યો. એણે ત્રણ વર્ષ કંપનીને વેપાર ધમધોકાર ચલાવ્યા પછી સને 1726 માં લેવૅરની નિમણુક ફરીથી એની જગ્યા ઉપર થઈ એ પછી દર સાલ દસ વીસ લાખની કિમતને માલ કેન્ય વહાણમાં યુરોપ જવા લાગ્યો, પિન્ડીચેરીની આબાદી વધતી ચાલી, અને વસ્તી પણ વધી, ત્યારે શહેરના બચાવ માટે આસપાસ એક કોટ બાંધવામાં આવ્યા તેમજ અંદરના ભાગને સુધારવા અર્થે બાગ, રસ્તા, સગવડભર્યા બંદર વગેરેની યોજના થઈ પિન્ડીચેરીમાં મુખ્ય અધિકારી ગવર્નર હતા, અને તેની મદદમાં વધતામાં વધતા પાંચ સભાસદની એક કોન્સિલ હતી. એમના હાથમાં સઘળો અધિકાર હતા. એમને નીમવાની તથા કહાડી મુકવાની સંપૂર્ણ સત્તા કંપનીને હતી, અને રાજા તે બાબતમાં વચ્ચે પડી શકતો નહીં. ગવર્નરની સ્વારી મોટા ઠાઠથી બહાર નીકળતી. એકંદર શાંત રીતે વેપાર ઉદ્યોગ વધારવાની તક પિન્ડીચેરીના અમલદારને મળી, પણ તે ઘણો વખત ટકી નહી. એમ છતાં બીજાં પાંચ પચાસ વર્ષ આવી જાહેરજલાલીમાં પસાર થયાં હોત તે પિડીચેરીમાં ફ્રેન્ચની સત્તા હમેશને માટે સ્થપાયા વિના રહત નહિ. (2) લાબુરાને (સને ૧૭૨૫-૪૮).–સને 175 માં પિન્ડીચેરીના ગવર્નરે માહી બંદરને કબજે લેવા માટે લડાયક વહાણે મેકલ્યાં હતાં. એ