________________ 400 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જ. વેપારના આશયથી આ દેશમાં આવ્યા હતા તે જ પ્રમાણે ફ્રેન્ચ પણ આવ્યાઃ હતા. સઘળાની પછી તેઓ આવ્યા તે પણ ટુંક સમયમાં તેઓએ ઘણું કર્યું હતું. વલંદા અને અંગ્રેજોના કરતાં તેમનું માન પૂર્વમાં જે કે હમણા ઘણું ઓછું છે તે પણ તેમનામાં હોંશીઆરી કિંવા શાર્ય ઓછાં હતાં એમ નહોતું. વલંદા અને અંગ્રેજ પ્રજાની પેઠે ફ્રેન્ચ લોકોને યુરોપમાં હેરાનગતી વેઠવી પડી નહતી; છતાં તેઓ સ્થાનિક ભાંજગડમાં ગુંચવાયેલા હેવાથી પરદેશના વેપાર તરફ શરૂઆતમાં તેમણે ઘણું લક્ષ ફેરવ્યું નહોતું. હવે પછીની હકીકત સમજવા સારૂ કાન્સના કેટલાક પ્રસિદ્ધ રાજાઓની વંશાવળી અહીં આપવામાં આવી છે - અગીઆરમો લુઈ સને 1461-1483. આઠમે ચાર્લ્સ સને 1483-1489. બાર લુઈ સને 1489-1515. પહેલે કાન્સિસ સને 1515-1547. બીજે હેનરી સને 1547-1559. બીજે ક્રાન્સિસ સને 15591560. ચાર્લ્સ સને 1560-1574. ત્રીજે હેનરી સને 1574-1589. ચોથે હેનરી સને 1589-1610. તેર લુઈ સને 1610-1643. ચિદમો લઈ સને 1643-1715.+ પંદરમ લુઈ સને 1715-1774. સોળ લુઈ સને 1774-1789. સને 1789 માં કાન્સ દેશમાં થયેલી રાજ્યક્રાન્તિ સુપ્રસિદ્ધ છે. સને 1503 માં રૂ શહેરના વેપારીઓએ વેપાર માટે બે વહાણ તૈયાર કરી પૂર્વ તરફ રવાના કર્યા, પણ તે રસ્તામાંજ ગુમ થઈ ગયાં. તે પછી રાજા ક્રાન્સિસે સને 1537 માં તથા 1543 માં જાહેરનામાં કહાડી લેકને પરદેશ સાથે. વેપાર કરવા ઘણું ઉત્તેજન આપ્યું, પણ + ઔરંગજેબને સમકાલીન