________________ 24 હિંદુસ્તાનનો અવાચીન ઈતિહાસ. [ ભાગ 3 જે. થયાં. પણ એટલાથી જ તે અટકશે નહીં. રાજ્યને યોગ્ય બંબસ્ત કરવા માટે તેણે કિલ્લા વગેરે બાંધ્યા, અને હિંદુસ્તાનને વેપાર પિતાના તાબામાં રહે એવી દરેક તજવીજ કરી. આજ કારણથી તેણે સિંધુ નદી ઉપર પ્રવાસ કરી ઈરાની અખાતમાં થઈ વેપારી માર્ગ મુકરર કર્યો. સિંધુ નદીની માફક યુક્રટિસ તથા ટાઇટિસ નદીની પણ તેણે તપાસ લીધી. આ વખતે તે ઘણું તે ત્રીસ ત્રર્ષને હતે. સિકંદર મરણ પામ્યા પછી તેના રાજ્યના ટુકડા થઈ ગયા, અને હિંદુસ્તાનની લગોલગને મધ્ય એશિઆમાંનો સઘળો પ્રદેશ તેના સેનાપતિ સેલ્યુકસના તાબામાં આવ્યો. સેલ્યુકસ સિકંદરના હાથ હેઠળ તૈયાર થયેલ હેવાથી, તેનાં ઘેરણથી તે જાણીતું હતું. તેણે હિંદુસ્તાન ઉપર સ્વારી કરી ચંદ્રગુપ્ત સાથે યુદ્ધ કર્યું, પણ પાછળથી બન્ને વચ્ચે સલાહ થઈ. સિકંદર પછી સેલ્યુકસે ૪ર વર્ષ રાજ્ય કર્યું. તેણે પિતાની કારકિર્દીમાં મેગાસ્થનીસ નામના એક ોંશીઆર વકીલને ચંદ્રગુપ્ત પાસે પાટલીપુત્ર મેકલ્યો હતો. આજ મેગાસ્થનીસ પૂર્વે સિકંદરની સ્વારીમાં હિંદુસ્તાન આવ્યું હતું, અને ભાગીરથી અને તેના કાંઠાને ફળદ્રુપ પ્રદેશ જેનાર પહેલે યુરોપિઅન ગૃહસ્થ એજ હ; ઘણું કરીને ઉત્તર હિંદુસ્તાનની અસલ હકીકત એજ પ્રથમ યુરેપમાં લઈ ગયું હતું. આ દેશનું ઐશ્વર્ય નિહાળી તે ઘણે ચકિત થઈ ગયા હતા. સ્ટે, એરિઅન (ઈ. સ. 90-180) વગેરે ગ્રીક ગ્રંથકારોએ આપેલી હકીકત મેગાસ્થનીસ પાસે થી જ મળી હશે, પરંતુ તેના વર્ણનમાં કેટલીક કાલ્પનિક તેમજ અસંભવિત વાતે ભેળાયેલી હોવાથી તે સઘળાઓને ભરોસા લાયક લાગી નહીં. તે કહે છે કે “પાટલીપુત્ર શહેરની લંબાઈ દશ માઈલ અને પહોળાઈ બે માઈલ હતી. તેની આસપાસના કેટને 570 બુરજ તથા ચેપન દરવાજા હતા.' ચંદ્રગુપ્તના છોકરા પાસે પણ ડાઈમેકસ નામને એક ગ્રીક વકીલ આવ્યું હતું. - 7, મિસરદેશના રાજાઓની ખટપટ–હિંદુસ્તાન આવવા પહેલાં સિકંદરે એશિઆ માઈનર કબજે કરી સિરિઆને મુલક જીતી લીધું હતું.