________________ પ્રકરણ 13 મું. નિયંત્રિત અને અનિયંત્રિત વેપારપક્ષ વચ્ચે ટ. 383 ભૂલ કરી હતી. વાસ્તવિક રીતે વેપાર ઉપર લક્ષ રાખી તેમને ઇસ્ટ ઈડીઆ કંપનીની આડે જવા જરૂર નહોતી. ‘અમને પાર્લામેન્ટ નીમી આ દેશમાં મોકલ્યા છે. અમારા સન્માનાર્થે હથીઆર નમાવવાં જોઈએ, અને સઘળાઓએ અમારા હુકમ પાળવાનું વચન આપવું જોઇએ, એવાં અભિમાનથી ભરેલાં વચનોમાંજ તેઓએ પિતાનું કર્તવ્ય માન્યું. છતાં તેમની પાસે પૈસા તેમજ ફેજ હતાં નહીં, અને કામ પણ નહોતું એટલે ઈસ્ટ ઇન્ડીઆ કંપનીનાં માણસોએ તેમના હુકમે તરછોડી કહાડી તેમની અવદશા કરી એમાં કંઈ વિશેષ મહતું. ઈગ્લિશ કંપનીના ડાયરેકટરોને પોતાના નોકરેનું ઉદ્ધામપણું પસંદ પડયું નહીં. આજ અરસામાં મેગલ અને મરાઠાઓ મુંબઈની આસપાસ ભમતા હેવાથી ઘણું કટોકટીના વખતે ઈસ્ટ ઈન્ડીઆ કંપનીને અધિકારી સર જન ગેયર (Sir John Gayer) ઘણું કષ્ટ વેઠી તેઓના હુમલા સામે મુંબઈનું સંરક્ષણ કરતું હતું. દરીઆ ઉપર પણ સઘળી જાતનાં લૂટારૂ વહાણો મુંબઈ બંદરમાં ધસી આવી વારંવાર ધાડ પાડતાં; અને 50 વર્ષ પછી કલાઈ મરાઠાઓના કાફલાને દબાવ્યા નહીં ત્યાં સુધી મુંબઈની સ્થિતિ ઘણીજ જોખમકારક રહી. પિતે ચારે તરફથી ઘેરાયેલો હોવાથી તેમજ માંહમાંહેની ફાટફુટને લીધે કંટાળી જવાથી સર ગેયરે સને 1699 માં પિતાના એદ્ધાનું રાજીનામું સાદર કર્યું, પરંતુ કંપનીએ તે માન્ય કર્યું નહીં. ઉલટી હિંદુસ્તાનમાં એવી બાતમી આવી કે, ઈસ્ટ ઈનડીઆ કંપનીનાં કૃષ્ણ કૃત્ય રાજાની જાણમાં આવતાં તેણે તે એકદમ બંધ કરી છે, અને ઇગ્લિશ કંપનીની યોગ્ય રીતે સ્થાપના કરી છે. આ ખબરને અનુસરી ઈગ્લિશ કંપની તરફથી સર નિકોલસ વેઈટ (Sir Nicholas Waite) સને 1700 માં મુંબઈને પ્રેસિડન્ટ થઈ આવ્યું. એ ઘણે ઉદ્દામ અને મૂર્ખ હતું. તેને સુરતમાંના ઈસ્ટ ઈન્ડીઆ કંપનીના અધિકારીઓ તરફથી કંઈ પણ આદરસત્કાર નહીં મળે ત્યારે તેણે પોતાનાં માણસો મોકલી માનની વ્યવસ્થા કરાવી. એટલામાં સુરતના મેગલ સુબેદારે તેને જણાવ્યું કે “ઈંગ્લંડના રાજાએ તમને આ દેશમાં મોકલ્યા હોય તે પણ અહીં વેપાર ચલાવવા