________________ પ્રકરણ 13 મું.] નિયંત્રિત અને અનિયંત્રિત વેપારપક્ષ વચ્ચે ટટ. 381 મીની માગણું ઉપરથી સમગ્ર કાર્ટની સભા અવશ્ય ભરવી જ જોઈએ, દરેક વહાણ તેમજ વસાહતમાં નિદાન એક પાદરી રાખો, કંપનીના કરોને પિોર્ટુગીઝ અને હિંદુસ્તાનની ભાષા શીખવાની ફરજ પાડવી, ઈત્યાદિ અનેક કલમે આ નવી સનદમાં હતી. ઈગ્લિશ કંપની સ્થાપન થતાં ઈસ્ટ ઈન્ડીઆના ભાવ એકદમ ગગડી ગયા, અને 33-40 પર જઈ અટક્યા તેપણ તે ડગમગી નહીં. નવી સંસ્થાને વેપારને અનુભવ ન હોવાથી બને કંપનીઓ કોઈ પણ દિવસ જરૂર એકત્ર થશે એવી તેની અગાઉથી જ માન્યતા હતી; અને એ પ્રમાણે ધીરજથી વર્તવા જુની કંપની પિતાના હિંદમાંના નેકરને વારંવાર લખતી હતી. તેના એક પત્રમાં હેઠળનો મજકુર મળી આવે છે. આપણાં ઘૂંટણ જકડાઈ ગયાં છે, અને આ નવાં બાળકે આગળ આપણે નમતા નથી. શરૂઆતમાં એવું કહેવામાં આવતું કે ચારે દિશા તરફ આપણને નુકસાન થતું હોવાથી આપણે નાશ નજદીક હતે. છતાં આપણી હિમત ઉપર આપણે તરી પાર ઉતર્યા છીએ; અને પહેલાં નાણું ગુમાવ્યું છતાં વધારે રકમ ધંધામાં નાંખી વેપાર ચલાવ્યું. એવું આજ પર્યત આપણને કેઈએ કહ્યું નથી. આ ઉપરથી આપણું સ્થિતિ જણાઈ આવશે; માટે આવા સંકટ સમયે આપણે બીલકુલ ગભરાતા નથી એવું દુનીઆને બતાવવું. તેફાનથી ઝાડ ઉથલાઈ પડતાં નથી, માત્ર તેનાં પાંદડાં જરા હાલે છે, અને તેનાં મૂળ વધારે મકકમ થાય છે એવી આપણું સ્થિતિ છે. આવી અડચણને લીધે આપણું કામને વધારે મજબૂતી મળે છે એમાં સંશય નથી.” એમ છતાં કંપનીની મુશ્કેલીઓ થતી નહોતી. સરકારને ધીરવા પુરતું નાણું એકદમ એકઠું થઈ ગયું, પણ વેપાર માટે જોઈત ભડોળ મળ્યો નહીં; અને જે ડી ઘણી રકમ આવી તેનાથી મક્કમપણે વેપાર ચલાવવો શક્ય નહોતું. આવી હકીકતમાં નવી કંપનીએ પિતાને વેપાર જુની સંસ્થા સાથે જોડી દેવા ઠરાવ કર્યો પણ જુનીએ તે વિચાર માન્ય કયોં નહીં. ત્રણ વર્ષની મુદત વીત્યાબાદ પિતાની સ્થિતિ કેવી થશે તે બાબત તેને ઘણી ધાસ્તી હતી, અને તે દૂર કરવાના હેતુથી સપ્ટેમ્બર 1701 થી