________________ પ્રકરણ 12 મું] રાજ્ય સ્થાપનાને લેભ. પડતીના વખતમાં ડાહ્યા માણસની પણ અક્કલ બહેર મારી જાય છે તેનું આ ઉદાહરણ છે. ઈ. સ. 1701 માં ઔરંગજેબ ફરીથી પરદેશીઓ ઉપર ગુસ્સે થઈ ગયો, અને તેણે સઘળા અંગ્રેજોને દેશમાંથી બહાર કહાડવા હુકમ આપ્યો. આવા કડક હુકમ માટે અંગ્રેજે પોતે જ જોખમદાર હતા. દરસાલ બાદશાહનું વહાણ સુરતથી મક્કા અને જી વગેરે માટે પુષ્કળ માલ ભરી મોખા બંદરે જતું. સને 1701 માં તે જહાજ પાછું ફરતું હતું ત્યારે તેના ઉપર સોનું ચાંદી મળી પર લાખ રૂપીઆ અવેજ હતું. વહાણને કપ્તાન ઈબ્રાહિમખાન હતો, અને તેની પાસે 80 તાપ, 400 બંદુક અને બીજા હથીઆરે હતાં. એ જહાજ મોખાથી નીકળી સુરત તરફ આવતું હતું, ત્યારે આઠ નવ દિવસે તેને એક નાનું સરખું અંગ્રેજ વહાણ મળ્યું. ઉભય વચ્ચે લડાઈ થતાં અંગ્રેજોએ મેગલનું વહાણ પકડયું, તે ઉપરનાં સઘળાં માણસોને કેદ કર્યો અને સઘળો ખજાનો લૂંટી લીધો. આ વર્તમાન બાદશાહને પહોંચતાં તેનો ગુસ્સો હદપાર ઉશ્કેરાઈ ગયો, અને તેણે સુરત, મુંબઈ વગેરે ઠેકાણેથી તેમને હાંકી મુકવાનો હુકમ કહાડો. બાદશાહના ગુસ્સાનું બીજું કારણ એ હતું કે અંગ્રેજોએ ટંકશાળ સ્થાપી પિતાનાં નાણાં પાડવા માંડયાં હતાં. આ તકરારનો નિવેડો આણવા સારૂ ખાફીખાન મુંબઈ ગયો ત્યારે તેને કંપની તરફથી એવો જવાબ મળ્યો કે જે લેકેએ વહાણ લૂટયું હતું તેઓ કંપનીની નોકરીમાં નહોતા, અને જેઓ બરતરફ થયા હતા તેઓજ આવો ધંધો લઈ બેઠા હતા. એકંદર રીતે પોર્ટુગીઝ, વલંદા અને અંગ્રેજ એ સઘળાનાં એકત્ર વર્તનથી મોગલ બાદશાહીને કેવું નુકસાન થતું હતું તેને વિચાર ઉપરની હકીકતથી વાચકવર્ગ કરી શકશે. પ, મદ્રાસની સ્થિતિ –અદ્યાપિ કંપનીની મુખ્ય કેઠી પશ્ચિમ કિનારા ઉપર હોવાથી, અને બંગાળાની વખારે મદ્રાસથી સ્વતંત્ર થયેલી હોવાથી, જ્યારે ઔરંગજેબનું લક્ષ સુરત અને કલકત્તા તરફ લાગેલું હતું ત્યારે મદ્રાસની કોઠીના અમલદારે શાંત રીતે ઉપયુક્ત કામ કર્યા જતા હતા. આ કાઠીની વ્યવસ્થા ઘણે અંશે સુરત વગેરેમાં ચાલતી ગોઠવણ સરખી જ હતી.મદ્રાસની સ્થાપના પછી ત્યાં આવેલા મુખ્ય ગવર્નરે નીચે પ્રમાણે હતા - * જુઓ પ્રકરણ 10 મું વિભાગ 3 જે.