________________ પ્રકરણ 12 મું. ] રાજ્ય સ્થાપનાને લેભ. 317 કાફલાની મદદથી મોટાં મોટાં વેપારી બંદરની નાકેબંધી કરવાથી મોગલો કેટલેક અંશે કાબૂમાં આવશે એમ તેને લાગ્યું. ત્રીજું કિલ્લેબંધી કર્યા સિવાય તથા લશ્કર રાખ્યા સિવાય પારકાં રાજ્યમાં વખારને નિભાવ થઈ શકશે નહીં. એટલે જ્યાં વેપાર ચલાવવાનું હોય ત્યાં પિતાના રક્ષણ માટેની તજવીજ પહેલેથી જ કરવી જોઈએ એમ તેમને નિશ્ચય થયે. એમ છતાં વખારનાં રક્ષણ માટે કરવાનાં બચાવનાં કામે માટે ખરચ કાણે ભરપાઈ કરે એ મોટો સવાલ હતે. કંપનીને રાજ્ય લેવું નહોતું એટલે બચાવ માટે કિલ્લેબંધી કરવા તે ના પાડતી. એવી અડચણ ઉભી થતાં સર જોશુઆ ચાઈલ્વે વલંદા બ્લોકની પદ્ધતિ સ્વીકારી. જે ઠેકાણે એવાં કામ કરવાની જરૂર જણાય ત્યાંના લેકે ઉપર કર નાંખી ખરચ ની જોગવાઈ કરવાની અને પરભા નાણું ઉભું કરવાની યુક્તિ એણે શોધી કહાડી. “વેપાર અને વસુલાત” એ ઉત્પન્નની બે બાબતો સને 1684 પછી શરૂ થઈ. એશિયાખંડમાં બીજા કેઈ પણ રાજ્ય કરતાં અમારી હદમાં રહેનારા લેકે વધારે સુરક્ષિત અને કોઈ પણ જાતની ધાસ્તી રહિત હેવાથી એ સુરક્ષિતપણાની કિમત તેમની પાસેથી વસુલ કરવી જોઈએ.” એવો કંપનીએ ઠરાવ કર્યો. સને 1688 માં મદ્રાસમાં મ્યુનિસિપાલીટી સ્થાપવામાં આવી અને તેમાં સર્વ લેકેના પ્રતિનિધી બોલાવવાનું ઠર્યું. આ નવી સંસ્થામાં દિવાની અને લશ્કરી અમલનું ઉત્તમ રીતે જોડાણ કરી વસુલાતની એવી પદ્ધતિ નકકી કરવી કે તે નમુના ઉપર આગળ જતાં મજબૂત અને કાયમનું રાજ્ય હિંદુસ્તાનમાં અંગ્રેજોને સુભાગ્યે સ્થાપવાને બની આવે. અમારી સાથે જે સારે સંબંધ રાખે તેમના ઉપર જુલમ કરવાની અમારી ઈચ્છા નથી. યોગ્ય” અને “ઢ” એ બે શબ્દમાં અમારા હેતુનું રહસ્ય રહેલું છે. અમારે વેપાર વધારવાની અમારી ઈચ્છા છે ખરી, પણ તે પ્રમાણે દરેક ઠેકાણુનું વસુલાત વધારવા માટે તમારે ઉદ્યોગ કરવો જોઈએ. અમારા વેપારમાં અનેક વિન આવે છે પણ વસુલાત શરૂ થઈ ગઈ હોય તે અમારી સત્તાને ધકકે આવે નહીં, અને તેથી કરીને જ હિંદુસ્તાનમાં અમારું રાજ્ય કાયમ થશે. એમ નહીં થાય તે