________________ પ્રકરણ ૧ર મું.] રાજ્ય સ્થાપનાને લેભ. ફેર્ટ વિલિઅમ પાડયું (સને 1698). ઘણું વર્ષ લગી કિલ્લેબંધી કરવાની યુરોપિયનને મનાઈ હતી તે આ પ્રમાણે રદ થઈ ગઈ, પણ એનું પરિ. ણામ બંગાળાના નવાબને પ્રાણઘાતક નિવડયું તે હવે આપણે જોઈશું. સને 1658 માં ઔરંગજેબ ગાદીએ આવ્યું ત્યારથી સને 1983 સુધીનાં 25 વર્ષ તેને રાજ્યને કારભાર યોગ્ય રીતે ચાલે. તે વેળા રાજ્યના છેક દૂરના ભાગમાં પણ તેની સત્તા માન્ય હોવાથી તેનાં ફરમાન પ્રમાણે વેપાર કરી પિતાને નફે કરી લેવાનું અંગ્રેજોને બની આવ્યું. કંપની માટે પુષ્કળ આબાદીને આ સમય હતે. પણ સને 1683 માં બાદશાહે દક્ષિણમાં મરાઠા ઉપર સ્વારી કરી ત્યારથી તે યુદ્ધમાં ગુંથાઈ જવાથી તેને કારભાર અવ્યવસ્થિત થયો, તેની હકુમત ઢીલી પડી, અને પ્રાંતિક અમલદારે પિતાની મરજી માફક વર્તવા લાગ્યા. આથી અંગ્રેજોને કેઈ એકજ ધણી રહ્યો નહીં. પ્રત્યેક અધિકારીને લાંચ આપી તેનું મહોરું બંધ કરતાં કંપનીને ભારે નુકસાન થવા લાગ્યું ત્યારે જ પડતી હેરાનગતીમાંથી છૂટવા માટે યાત્રાળુ જહાજોને હેરાન કરી અંગ્રેજ લેકે ખુદ બાદશાહને જાણે ધમકા વવા લાગ્યા. મોગલ બાદશાહીની ઉતરતી કળા અને કંપનીની ચઢતી કળા એજ અરસામાં ઇંગ્લંડમાં સર્વ પ્રકારની ગ્ય વ્યવસ્થા થતાં કંપનીની સ્થિતિ મજબૂત થઈ ત્યારે મેગલ બાદશાહી લથડી પડી, અને હિંદુસ્તાનનું રાજ્ય જે કઈ બળવાન હોય તેના હાથમાં જતું હતું એમ સર્વ કોઈને લાગવા માંડયું. બાદશાહ દક્ષિણમાં રહેવાથી તેના રાજ્યને બંદેબસ્ત ઢીલું પડી ગયો, અને નવાં જીતેલાં વિજાપૂર તથા ગોવળકેડાના પ્રાંતમાં તેને અમલ જાયે નહીં. વળી દૂર દૂરના કિનારા ઉપર તેને કાબુ નરમ પડે, આ નવા છતાયેલા પ્રદેશના અમલદારે અને બાદશાહના અસલ શત્રુ મરાઠાઓ તેના ઉપર વેર લેવા માટે કંપનીના મદદગાર થયા; એથી કંપનીને પિતાની કિલ્લેબંધી ગ્ય રીતે પરીપૂર્ણ કરવામાં અડચણ આવી નહીં. કંપનીને સુભાગે તે વેળા યુરેપમાં કાન્સ અને હોલેન્ડ વચ્ચે યુદ્ધ ચાલતું હોવાથી એ બન્ને દેશની પ્રજા તરફથી હિંદુસ્તાનમાં અંગ્રેજોને