________________ 36. હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. પિતાની સઘળી તૈયારી અતિશય ગુપ્ત રીતે ચલાવી. ચાઈલ્વે વિના કારણે સુરતના મેગલ અધિકારી સામે તકરાર ઉઠાવી, અને અનેક બાબતમાં તેનું અપમાન કર્યું. આ વિશે તેણે કંપનીને જણાવ્યું હતું કે “યુદ્ધની સઘળી જવાબદારી મારા ઉપર નાંખો. યશ નહી મળે તે મને આગળ કરી તમારા હુકમ સિવાય કામ કર્યાનું જાહેર કરવું; યશ આવે તે તેને સઘળે લાભ તમને જ મળવાનું છે.” ટુકમાં, વેપાર માટે બીજા ઉપર અવલંબી રહેવાની જરૂર પડે નહીં, અને સઘળી કુંચી આપણું હાથમાં આવે તે જ આ વ્યવહાર ચાલે એવી તેની સલાહ હતી. આ યુદ્ધ કંઈ બંગાળાની હદમાંજ સમાઈ રહ્યું નહોતું. સર જોન ચાઈડે મેગલેનાં યાત્રાળુ જહાજ પકડયાં ત્યારે બાદશાહે ગુસ્સાના આવેશમાં અંગ્રેજોને આખા રાજ્યમાંથી હાંકી મુકવાને હુકમ કહાડ. સુરત, મચ્છલિપટ્ટણ, વિશાખાપટ્ટણ વગેરે ઠેકાણુની અંગ્રેજ વખારે મેગલ અધિકારીઓએ કબજે કરી; મુંબઈ તરફ સીધીને કાલે રવાના થયે; અને બંગાળામાંથી અંગ્રેજો નાસી છૂટયા. આ હકીકતમાં જન ચાઈડે ફ્રેન્ચ અને વલંદા લોકેની મદદ મેળવવાની ખટપટ કરી પણ તે નિષ્ફળ ગઈ. સને 1987 ના મે મહિનામાં અંગ્રેજોએ મુંબઈથી પિતાનાં વહાણો મુદામ મોકલી મોખા, બસર, વગેરે બંદરમાંથી પાંચ સાત મોગલ જહાજે પકડી મંગાવ્યાં; અને તેમનાં જે કાંઈ વહાણે મુંબઈમાં હતાં તે ચાઈલ્ડ સ્વાધીનમાં લીધાં. સુરતને મોગલ અધિકારી આ કાવાદાવા સમયે નહીં. આ કાઈ ઉશૃંખલા અંગ્રેજ ગ્રહસ્થનું કામ હશે અને તેમાં કંપનીના મુખ્ય અધિકારીઓ સામિલ નહીં હશે એમ ધારી તેણે આ બનાવ અંગ્રેજ અમલદારના કાન ઉપર આ. એટલામાં તેની બદલી થતાં નવા સુબાએ ડિસેમ્બર 1688 માં ખુલ્લી રીતે અંગ્રેજો સામે યુદ્ધ શરૂ કર્યું, સુરતની વખાર જપ્ત કરી, અને ચાઈલ્ડને જીવતે પકડી લાવનારને મોટું ઈનામ આપવાનું જાહેર કર્યું. આ સાંભળી અંગ્રેજોને પણ શર છૂટયું. તેઓએ બેધડક મેગલ વહાણે ઉપર અને દેશી વેપારીઓ ઉપર હલ્લ શરૂ કર્યો, અને મેગલનાં 40 જહાજ પકડયાં. એમ છતાં ચાઈલ્ડ બાદશાહને કાલા