________________ 358 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. ભ્રષ્ટ અધિકારીઓનાં હુકમનામાં હું પાળતા નથી.” સને ૧૯૮૫માં એને હુગલીની મુખ્ય જગ્યા મળી ત્યારે કાસીમ બજારની વખારના ઘેરામાં તે સપડાયેલો હતો; પણ યુક્તિથી તેમાંથી છટકી જઈ તે હુગલી આવ્યો. એ પછી સુબેદારે આ શહેર ઉપર લશ્કર મોકલી તેને ઘેરે ઘાલ્યો ત્યારે અંગ્રેજોને અન્ન ખેરાકી મેળવવાની અડચણ પડી. તા. 28 મી અકબર અને 1686 ને દીને લડાઈ શરૂ થતાં, બજારમાં ગયેલા અંગ્રેજોને મોગલોએ કાપી નાંખ્યા. ચાનક પિતાનાં માણસે લઈ માર્યા ગયેલા અંગ્રેજોનાં પ્રેત ઉચકી લાવવા ગયા પણ ઘણી સખત લડાઈ પછી જ તે પોતાનાં કામમાં ફત્તેહમંદ થયે. એની પાસે 400 માણસો હતાં, છતાં મોગલ સામે ટકી શકવાનું અશક્ય જણાતાં એણે સઘળાં માણસે તથા સામાન હોડીમાં ચડાવી દીધાં, અને હુગલી નદીના મુખે તરફ 27 માઈલ દૂર આવેલી એક જગ્યાએ સર્વને લઈ ગયો. એ સ્થાન લડાઈને માટે એગ્ય જણાતાં ચાલેંકે ત્યાં પિતાને વાસ્તે કિલ્લેબંધી કરી. અહીંથી સમુદ્ર 70 માઈલ દૂર હતો, અને નદીના વાંકમાં મોટાં મોટાં વહાણ આવવા માટે સારી સેઈ હતી. અહીં જ પૂર્વે પોર્ટુગીઝ લેકે પિતાને માલ ઉતારી બંગાળામાં વેપાર કરતા. એ ઠેકાણું ની આસપાસ બે ત્રણ ગામડાં હતાં તેમાંથી એકનું નામ સુતનત્તી હોટ એટલે સુતરનું બજાર હતું. નદીમાં આવતી રેલ તથા બન્ને કાંઠા ઉપરનાં વિસ્તીર્ણ ભાઠાને લીધે એ જગ્યા મનુષ્ય વસ્તી માટે મેગ્ય છે એવું કેઈને પણ લાગ્યું નહીં; કારણ અહીં અગાઉ નદી હશે પણ પાછળથી તે ખસી જતાં આ પ્રદેશ થયું હતું એમ સામાન્ય માન્યતા છે. નદીના કિનારા ઉપર આવેલાં કાળી દેવીનાં મંદીર પાસે નદીમાંથી ઉપર આવવાના ઘાટ છે તેને કાળીઘાટ કહે છે. આ કિનારા ઉપર સને 1987 ના જાનેવારીમાં ચાને કે કેટલાંક ઝુપડાં ઉભાં કર્યો ત્યારે જ વાસ્તવિક રીતે કલકત્તા શહેરને પાયે નંખાયેલ ગણી શકાય. અહીં પણ મેગલેને હલ્લે આવવાથી ચાનક પિતાને સઘળે સરંજામ તથા માણસે લઈ દરીઆ તરફ ઉતરી પ. એમ છતાં લડાઈ ચાલુજ રહી; રોગ અને લડાઈમાં તેનાં પુષ્કળ માણસે મુ તે પણ મદદની આશામાં તેણે માણસને ટકાવી