________________ 20 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ ભાગ 3 જે. અહીંથી મુકામ ઉઠાવવા અગાઉ સિકંદરે એક ભવ્ય દરબાર ભરી પિરસને તેનું રાજ્ય પાછું સેપ્યું. એવી જ રીતે અભિસાર રાજાને સિંધુ નદીની પૂર્વ તરફના પ્રદેશને છત્રપતિ સ્થાપી ફિલિપ્સને પશ્ચિમ તરફના મુલક ઉપર સર્વોપરી સત્તાધીકારી તરીકે નીમ્યો. અકબર માસની આખરે એક શુભ દિવસે સવારમાં દેવપુજા કરી જળદેવતાને નૈવેદ વગેરે ચડાવી સિકંદરે રણસીંગડાં ફેંકાવી કૂચ કરવા હુકમ આપો. અસંખ્ય ઘેડાઓને હોડી ઉપર ચડાવેલા જોઈ લેકેને ઘણું આશ્ચર્ય લાગ્યું. આવડે મોટે કાલે વ્યવસ્થિત રીતે ચાલતે હતો તેથી પણ આસપાસના લેકે આશ્ચર્યચકિત થયા. હજારે હલેસાને અવાજ, હુકમ આપનારા જાસુસેને પિકાર, ખલાસીઓનાં ગાયનને સુર, એ સઘળામાંથી નીકળતા પ્રતિધ્વનીથી બને કાંઠો ઉપર જાણે કલેલ થઈ રહ્યું હતું. આઠમે દિવસે આ લશ્કર જેલમ અને ચિનાબ નદીના સંગમ ઉપર આવી પહોંચ્યું. અહીં કેટલાંક વહાણે ડુબી ગયાં તેમાં સિકંદરની હેડી પણ ડુબી જશે એવી ધાસ્તી હતી. મુસાફરી કરતાં આસપાસના લેકે સાથે સિકંદરને અનેક વેળા યુદ્ધમાં ઉતરવું પડ્યું હતું, અને તેમ કરતાં તેણે કેટલાંક શહેર તથા કંઈક પ્રાંત કબજે કર્યા હતા. એક વખતે સિકંદરને સખત જખમ લાગવાથી તે બેશુદ્ધ થઈ પડ્યો, પણ ઘા કાપી અંદર પેસી ગયેલ તીરને કકડો ખેંચી કહાડતાં તે હોંશીયાર થયો. પ્રવાસ કરતું આખું લશ્કર સિંધુ અને પંચનદીના સંગમ ઉપર આવ્યું ત્યારે તે જગ્યાએ સિકંદરે એક શહેર વસાવ્યું, અને ક્રેટીરાસને ખુલ્કીને માર્ગે ઈરાન રવાના કર્યો. અહીંથી કુચ કરી સિકંદર સિંધુ નદીના મૂખ આગળ થએલા ત્રીકોણ આકારના જમીનના ટુકડા આગળ આવ્યા. અહીં નાકા ઉપર આવેલું પટલ (પત્તલ–ઠઠ્ઠા) નામનું શહેર સિકંદરને ઘણું ઉપયોગી લાગવાથી તેણે સિંધુ નદીના પૂર્વ પશ્ચિમ ભાગમાંથી સમુદ્ર પર્યત જાતે ફરી યુદ્ધપયોગી તેમજ વ્યાપારોપયોગી સાધનેની તપાસ કરી, અને નવી હેડીઓ, ગાદી તથા બંદરે બાંધી તે પટલ પાછો ફર્યો. આ સઘળી તપાસ કર્યા પછી યુરોપ પાછા ફરવાને માર્ગ નક્કી કરવાના વિચારથી તેણે પિતાના લશ્કરના બે ભાગ કર્યો. એક ભાગે સમુદ્ર મારફતે જવું અને બીજાએ તે