________________ 347 પ્રકરણ 12 મું.] રાજ્ય સ્થાપનાનો લોભ. પોર્ટુગીઝએ આ પ્રયોગ તે પહેલાને સિદ્ધ કરી બતાવ્યું હતું. આવી ખરી સ્થિતિ છતાં કંપનીએ સને 1750 સુધી શાંતપણે વેપાર ચલાવ્યા કર્યો, અને ત્યારબાદ તેનું લક્ષ રાજ્ય મેળવવા તરફ ગયું એ કહેવું ભૂલ ભરેલું લખી શકાય, | લાઈવની પૂર્વે 75 વર્ષ ઉપર આ કામમાં કંપનીની ધામધુમ ચાલુ હતી, પણ તેનું સારું પરિણામ આવ્યું નહીં એટલે કલાઈવની ફતેહ એજ અંગ્રેજોને હિંદુસ્તાનમાંના રાજ્યનું પહેલું પગથીયું હોય એમ સ્વાભાવિક રીતે ગણાયું. સને 1677 માં જીયર ગુજરી જવાથી પ્રેસિડન્ટને અધિકાર રેટના હાથમાં કેટલેક વખત રહ્યો. તે વેપારના કામમાં કુશળ હતો; પરંતુ મેગલ અને મરાઠા સાથે યુક્તિ લડાવી પિતાની મતલબ સાધી લેવા જેટલે તે ચાલાક નહીં હોવાથી ઇતિહાસકારોએ તેની તરફ તિરસ્કાર જાહેર કર્યો છે. પણ ખરું જોતાં દેશીઓના માહોમાંહેના ઝગડામાં નહીં પડવાનો તેને વિલાયતથી મળેલ હુકમ અક્ષરસઃ પાળવાને તેણે પ્રયત્ન કર્યો, અને તેથી જ તેને બીલકુલ યશ મળે નહીં. તેની પછી જૉન ચાઈલ્ડની પ્રેસિડન્ટના એદ્ધા ઉપર નિમણુક થતાં કંપનીના કારભારમાં તેજી આવી. કંપનીના તાબામાં હવે થોડું ઘણું લશ્કર તૈયાર થયું હતું. જીયર અને ચાઈડે એની વ્યવસ્થા તરફ વિશેષ લક્ષ આપ્યું હતું, કેમકે તેમના મનમાં રાજ્ય સ્થાપનાના વિચારે રમ્યા કરતા હતા. આ સંબંધમાં કંપનીના હુકમમાં હમેશ નીચેનું વાક્ય હતું. “અમે આપણું સંરક્ષણ માટે તેમજ વેપાર વધારવા માટે લશ્કર રાખીએ છીએ; નકામું યુદ્ધ કરી વિજય સંપાદન કરવાનો લોભ અમારે જોઈએ નહીં. એમ છતાં સ્વરક્ષણને સવાલ કંઈ નાને નહે, અને તેટલા ઉપરજ જીયર અને ચાઈલ્ડ ઈમારત ખડી કરી હતી. સ્વસંરક્ષણ માટે માત્ર લશ્કર રાખવાથી સઘળી ફરજ અદા થઈ નહોતી, પણ આ દેશમાં આવતા પ્રત્યેક અંગ્રેજે લશ્કરી કામ કરવા તૈયાર રહેવું જોઈએ એવો કંપનીને ઠરાવ હતું, અને તેને લીધેજ અનેક કલમબહાદુર પુરૂષો તલવારબહાદુર પણ થયા હતા.