________________ 336 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. પડત. જડતીનું કામ પૂરું થયા સિવાય નવા આવેલા ઉતારૂઓને અહીંના : લેકે સાથે ભાષણ પણ કરવા દેવામાં આવતું નહીં, તેમની આસપાસ લાંબા સેટવાળા સિપાઈએ ખડા થઈ જતા; દરેક ઉતારૂનું નામ લખી તથા તેની સાથેના સામાનની નેંધ કરી તેના ચાંદી ઉપર સેંકડે અઢી ટકા અને બીજા ઉપર પાંચ ટકા લેખે જકાત લેવાતી. કોટનાં બોરીઓ ઉપર પણ એ પ્રમાણે જકાત હતી. સુરતના અધિકારીઓની કઈ પણ કારણે ઈતિરાજી થતાં એ ઉપદ્રવની સમાજ રહેતી નહીં. એમ છતાં યુરોપિયન સ્ત્રીઓની જડતી લેવાતી નહીં. આપણે પ્રસંગોપાત જોઈ ગયા છીએ કે ધીમે ધીમે કંપનીને વેપાર આબાદ થતાં તેને હિંદુસ્તાનમાં રાજાના સઘળા હકે પ્રાપ્ત થયા હતા. સિકકા પાડવા, કર નાંખવા, કિલ્લા બાંધવા, લશ્કર ઉભું કરવું અને યુદ્ધ અથવા તહ કરવાં એ સઘળું કરવાનો અધિકાર રાજાને જ હોય છે, પણ તે સઘળા કંપનીને મળ્યા હતા. એ હક તેને કેની તરફથી મળ્યા, રાજાએ આપ્યા હોય તે તેને તેમ કરવાને અધિકાર છે કે નહીં, પાર્લામેન્ટ તેના ઉપર દાબ કેમ ન રાખે, વગેરે અનેક પ્રશ્નને કંપનીના વ્યવહારમાં ઉભા થાય છે. પહેલા ચાર્લ્સ રાજાના અમલમાં એ વેપાર ઘણે ઓછો થઈ જવાથી લોકોએ તે તરફ કંઈ લક્ષ આપ્યું નહીં. બીજા ચાર્લ્સ રાજાની કારકિર્દીમાં તેને રાજય ગાદી તરફથી પુષ્કળ ટેકે મળત હેવાથી પાર્લામેન્ટ કંપનીના કામમાં હાથ ઘાલી શકી નહીં. પરંતુ બીજા જેસના સમયમાં ખુદ રાજાને અધિકાર પાર્લામેન્ટ લઈ લેવાથી કંપની પણ તેના કાબુ હેઠળ ગઈ. આ કેવી રીતે થયું તે જાણવા જેવું છે. “ઈસ્ટ ઈન્ડીઆ કંપનીને ફાયદે થવાનું કારણ એ છે કે જે જગ્યા તેના તાબામાં આવી તે ઉપર તેણે ઉત્તમ પ્રકારની કિલ્લેબંધી કરી અને ત્યાં આજુબાજુને વેપાર તણાઈ આવે એવી દરેક તજવીજ રાખી, માલ તૈયાર કરવાનાં કારખાનાં ખેલ્યાં અને વણકર, ગરીબ અને શ્રીમંત લોકોને તેની હદમાં આવી રહેવા સમજાવ્યા. અહીં આવી વસનારા તરફ કંપનીનાં માણસે ગ્ય રીતે વર્તતાં, અને તેમના ધર્મસંબંધી વિચારમાં આડે આવતાં નહીં;