________________ 324 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. પચાસ હાથીને ખરચ હતો; તેના નેકર ચાકરેને પિશાક ઘણે મુલ્યવાન હતે, તે પણ સુબેદાર પોતે ઘણે સાદે રહતે. મંડેલેએ જ્યારે એ સુબેદારની મુલાકાત લીધી ત્યારે તે તેની તરફ ઘણી અદબથી વર્યો હતો, અને તેને ખાના ઉપર તેડી તેને સત્કાર કર્યા હતા. આ આરબખાન ઘણા કુર અને કડક સ્વભાવને હતે. કંપનીની મુખ્ય વખાર સુરતમાં આવેલી હોવાથી એ શહેરની જાહોજલાલી આ સમયે અવર્ણનીય હતી. કંપનીના અમલદારોએ લખેલાં એ શહેરનાં વર્ણન વાંચી આપણે ચકિત થઈએ છીએ અને બસો વર્ષમાં મુંબઈની ચડતીથી એ પુરાતન શહેરની કેવી અવદશા થઈ એ કળી શકતા નથી. અહીં અનેક દેશી વેપારીઓ કંપનીના આડતીઆ તરીકે કામ કરતા અને તેમને સઘળી જાતનાં વેચાણ તથા ખરીદ ઉપર સેંકડે બે ટકા દલાલી મળતી. સુરતની આસપાસ કાપડને મે વેપાર ચાલત. વરસાદની શરૂઆતમાં કંપનીના અમલદારો ગામેગામ ફરી વેચાતું લીધેલું સુતર વણકરોને હેચી આપતા કે માસાં બાદ વિલાયત મોકલવા માટે જોઈતું કાપડ તૈયાર થાય. આના જેવી દરેક વખારની ચાર શાખા હતી. પહેલી હિસાબી શાખા. તેમાં એકાઉન્ટન્ટની સહી થયેલ કેઈ હિસાબ પ્રેસિડન્ટ આગળ રજુ થયા વિના તથા તેની ઉપર તેની સહી થયા વિના તીજોરીમાંથી પૈસા અપાતા નહીં. બીજી શાખા માલના ભંડારની હતી. ખરીદી તથા વેચાણ ની નેંધ રાખવાનું કામ ભંડારના ઉપરીનું હતું. ત્રીજી શાખામાં વહાણને લગતું કામ થતું, અને તેના ઉપરીને પર્સર કહેતા. તે માલની નેંધ તપાસી તે પ્રમાણેને માલ વહાણ ઉપર ચડાવવાનું તથા ત્યાંથી ઉતારવાનું કામ કરતે. છેલ્લી અને એથી શાખા સેક્રેટરીની હતી. તેનું કામ સધળા પ્રકારને પત્રવ્યવહાર ચલાવી, કન્સિલની સભાની હકીકત નોંધવાનું અને અગત્યના કાગળ ઉપર કંપનીને સિકકે મારવાનું હતું. સને 1668 માં પ્રત્યેક અંગ્રેજ વખારમાંના કંપનીના નેકરનાં વર્તન બાબત દસ નિયમે ઠરાવવામાં આવ્યા, અને તેની નકલે સઘળે મેકલી દરેક વખારમાં જાહેર જગ્યાએ ચટાડવામાં આવી. અંગ્રેજોના