________________ પ્રકરણ 1 લું. ] પ્રાચીન કાળમાં વેપારની દોડધામ. સિંધુ નદી ઉપર આવી પહોંચ્યો. અહીં તેણે લશ્કરને એક મહિના લગી વિશ્રાંતિ લેવા તથા મોજશોખ કરવાને પરવાનગી આપી. આ અરસામાં તક્ષશિલાને રાજા મરણ પામવાથી તેને છોકરે. ફીસ ગાદીએ આવ્યા, અને સિકંદર બાદશાહ સાથેનો સંબંધ જારી રાખવા પિતાને પગલે ચાલે. તક્ષશિલાના મુલકની ઉત્તરે પહાડી પ્રદેશમાં એક અભિસાર નામના રાજાનું અને બીજું પિરસનું એમ બે રાજ્યો હતાં; તે જેલમ અને ચિનાબ નદીઓની વચ્ચે હાલનાં જેલમ જિલે, ગુજરાત અને શાહપુર આવેલાં છે ત્યાંજ ઘણું કરીને હતાં. તક્ષશિલાના રાજાએ સિંધુ નદી ઉપર સિકંદરને માટે જે પુલ તૈયાર કર્યો હતો તે અટકથી સળ માઈલ ઉપર આવેલા ઓહિંદ ઉ ઉંદ ગામ આગળ હશે. આ પુલ ઉપર થઈને તે પિતાનાં સઘળાં લશ્કર સહિત ઈ. સ. પૂ. 325 ના માર્ચ મહિનામાં તક્ષશિલા આવ્યો. તે વેળા એ શહેર ઘણું નામાંકિત હતું, અને ત્યાં વિદ્વાનેનું સારી રીતે ભરણપોષણ થતું હોવાથી દૂર દેશાવરથી ઘણું વિદ્વાનો ત્યાં આવતા. અહીંના રાજાને સિકંદરે નાના પ્રકારે ખુશી કરી આગળ જવા માટે તેની મદદ માગી. અભિસાર અને પિરસ વચ્ચે સ્નેહભાવ હોવાથી બનેએ પહેલાં સિકંદરની સામા થવા ઠરાવ કર્યો, પણ કોણ જાણે કેવા કારણને લીધે અભિસાર પાછળથી મક્કમ ન રહેતાં તેણે તક્ષશિલા આગળ પિતાને એલચી મોકલી સિકંદરનું માંડલિકત્વ કબૂલ કર્યું. પિરસ પાસેથી પણ તેણે આવીજ કંઈક આશા રાખી હતી, અને તે ફળીભૂત કરવા તજવીજ પણ કરી હતી. સિકંદરે તેને મળવા બોલાવતાં ગર્વિષ્ટ પિરસે તેના સંદેશાને જવાબ મેકલાવ્યો કે “સરહદ ઉપર આપને મળવા હું તૈયાર છું, માત્ર લશ્કર સહિત આવું છું.” આ ઉત્તર વાળી પોરસ રાજા પોતાનું 50 હજાર લશ્કર લઈ જેલમ નદીના કિનારા ઉપર સિકંદરની સામે થવા આવ્યા. તક્ષશિલાથી નીકળેલો સિકંદર પંદર દિવસમાં જેલમ નદી ઉપર પિરસની સામા આવી લાગે (મે, 326). સિંધુ નદી ઓળંગવા માટે તૈયાર કરેલી હોડીઓના ભાગ છુટા કરી સિકંદર જેલમ નદી આગળ ગાડાંમાં લાવ્યા હતા, પણ પિરસના લશ્કરની નજર આગળ નદી ઉતરવાનું તેને