________________ પ્રકરણ 11 મું. મુંબઈની સ્થાપના અને કંપનીની આબાદી. 319 કરતાં તમારે પાયો હિંદુસ્તાનમાં વધારે મજબૂત થયો છે એમાં કંઈ સંશય નથી” એ પ્રમાણે તેણે કંપનીને પત્રદ્વારા જણાવ્યું હતું. એની પછી સને 1677-82 સુધી રોટી કંપનીને પ્રેસિડન્ટ હતો.એ હકણ હોવાથી ચાલતી અંધાધુંધીથી દબાઈ ગયો હતો. આ સ્થિતિનો લાભ લઈ મુંબઈમાં જુદા જુદા અનેક સત્તાધીશોએ પિતાનાં સ્થાન કર્યા. મરાઠા તથા સીધીઓ લડવા લાગ્યા, કેનરી તથા અંદેરીના બે કિલ્લા તે બનેએ કબજે કર્યો; અને થોડો વખત મુંબઈમાં અંગ્રેજોને આસરે લાગશે નહીં એમ જણાવવા લાગ્યું. પણ તેમને સારે નસીબે સને 1982 માં સર જૉન ચાઈલ્ડ પ્રેસિડન્ટ તરીકે હિંદુસ્તાન આવ્યો, તેણે કંપનીનું કામ ધીરજથી ઉપાડી લઈ ચાલતી અવ્યવસ્થા દૂર કરી. સ૨ જોશુઆ ચાઈલ્ડ અને સર જોન ચાઈલ્ડ એ બને પરાક્રમી ભાર ચલાવ્યો હતો. સર જોશુઆ ઇંગ્લંડમાં કંપનીનો ગવર્નર હતો. તે વખતે ન ચાઈલ્ડ સુરતના પ્રેસિડન્ટ હતા. એમને પિત્રાઈ ભાઈ ઘણો વખત રાજાપુરની વખારમાં હતો ત્યારે ને ત્યાં રહી દેશમાં ચાલતી સઘળી ધામધુમ જોઈ લીધી હતી, અને મરાઠાઓને મુખ્ય હેતુ શો હતે તે પણ તે સમજી ગયો હતો. સને 1682 માં તેને સુરતના પ્રેસિડન્ટનો એક્કે મળ્યો, ત્યારે પિતાની હોંશીઆરી તથા હિમતથી પ્રેરાઈ ગમે તે થાય તે પણ હાથમાં શસ્ત્ર લઈ પિતાની સત્તા વધારવાને તેણે સંકલ્પ કર્યો. તેના આ કામમાં જનને તેના ભાઈ જોશુઆ તરફના સંપૂર્ણ ટેકો હતો. પ્રથમ કંપનીના હુકમનો અનાદર કરી ખાનગી વેપાર કરનારાને એણે સખત શિક્ષા કરી તેમનો ધંધે છોડાવ્યો. બીજી તરફ ઔરંગજેબ બાદશાહની સત્તા દીનપરદીને નરમ પડવા માંડી, મરાઠાઓ સાથે લડવા માટે તે જાતે દક્ષિણમાં આવ્યો ત્યારે સુરતમાં મેગલાઈ અમલ ઢીલું પડે હતો. આથી સુરતનું થાણું છોડી મુંબઈમાં કંપનીનું મુખ્ય ધામ કરવા સર જોન ચાઈલ્ડ આગ્રહપૂર્વક કંપનીને જણાવ્યું. ઈગ્લેંડમાં તેના ભાઈએ ગવર્નર તરીકે ડાયરેકટરોને સઘળી હકીક્ત સમજાવી ચાઈલ્ડના વિચારને અનુમોદન આ